સુરત શહેરમાં DGVCL નો સિનિયર ક્લાર્ક તથા લેબર કોન્ટ્રાક્ટર 70 હજારની લાંચ લેતા ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે. કઠોર સબ-ડિવિઝનનો આ સિની.ક્લાર્ક વીજ કનેક્શન આપવાના નામે લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. સુરત એસીબીએ આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે


ઘટનાની વિગતો

લાંચ લેતા ઝડપાયેલા DGVCL ના સિનિયર ક્લાર્ક કર્મચારીનું નામ સંતોષ સોનવણે છે. સુરત ACB એ લાંચનું છટકું ગોઠવતાં સંતોષ ઝડપાયો હતો. તેને 70,000 રૂપિયાની લાંચ લેવી ભારે પડી હતી.

વીજ કનેક્શન આપવા માટે લાંચની માગ કરી

ફરિયાદી વ્યક્તિએ પોતાની માલીકીની જમીનમાં કોમર્શિયલ વીજ કનેક્શન માટે અરજી કરી હતી. સંતોષ સોનવણેએ આ વીજ કનેક્શન આપવા માટે લાંચની માગ કરી હતી જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.

લાંચ લેવા લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલીયાને મોકલ્યો

એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું અને લાંચ લેવા માટે લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલીયાને મોકલ્યો હતો. ભરત સાવલીયા લાંચ લેતા ઝડપાયા બાદ એસીબીએ પુરાવાના આધારે સંતોષ સોનવણેને પણ ઝડપી પાડ્યો હતો


આ પણ વાંચો----    Gandhinagar : DYCMના આદેશના પગલે રાજ્યના તમામ યાત્રાધામ અને પ્રવાસન સ્થળે સરપ્રાઈઝ ચેકીંગ

  • Follow us on: