રાજ્ય સરકાર દ્વારા યાત્રા ધામો પર ખાણીપીણીની ગુણવત્તા તપાસવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આ અંતર્ગત ડાકોરમાં પણ નગરપાલિકા અને ફુડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 8 વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે વેપારીઓને સ્વચ્છતા રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યું હતું.


રાજ્ય સરકારના આદેશથી ડાકોરમાં પણ ચેકિંગ

ડાકોર નગરપાલિકા તેમજ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ફૂડ વિભાગ દ્વારા મંદિર પરિસર નજીક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મીઠાઇ અને ફરસાણની દુકાનો તેમજ હોટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફુડ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણના સેમ્પલ લેવામાં આવ્યા છે.

8 વેપારીઓને રૂપિયા 200 લેખે દંડ ફટકારાયો

આ ચેકિંગ દરમિયાન 8 વેપારીઓને રૂપિયા 200 લેખે દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે આ વેપારીઓને ફરીથી ચેકિંગમાં પકડાશે તો તેમને 500 રૂપિયાનો દંડ અને ત્યાર બાદ 5000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે, તેમ જણાવી ચેતવણી આપવામાં આવી છે.


આ પણ વાંચો - Valsad News: સાંસદ ધવલ પટેલે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે યોજી બેઠક, રેલવે પ્રશ્નો અને દક્ષિણ ગુજરાતની સ્વાસ્થ્ય સેવાઓ અંગે કરી ચર્ચા


  • Follow us on: