ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઉધમાતપુરા અને જલાનગર નજીક આજે બપોરે બે કલાક આસપાસ દીપડાએ હુમલો કરતાં ચાર યુવકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કોતરોમાંથી ગામ તરફ આવી ચડેલા દીપડાના કારણે ઢોર-ઢાંખર અને માણસોને નુકસાન ન થાય તે માટે ગ્રામજનો દીપડાને શોધવા નીકળ્યા હતા. આ દરમિયાન કેનાલની પાળ પર ઊભેલા સ્થાનિકો પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો.


દીપડાના હુમલાનો લાઈવ વીડિયો સામે આવ્યો

હુમલો થતાં ભયભીત થયેલા કેટલાક નાગરિકોએ જીવ બચાવવા માટે કેનાલમાં છલાંગ લગાવી હતી. જોકે, હુમલાનો ભોગ બનેલા એક યુવકે શૌર્ય દાખવીને દીપડાનો સામનો પણ કર્યો હતો અને નીચે પડી ગયા બાદ ઝડપથી ઊભા થઈને તેની પાછળ પડ્યો હતો. દીપડો હુમલો કરીને ખેતરોમાં નાસી છૂટ્યો હતો. દીપડાના આ હુમલામાં ઘાયલ થયેલા ચાર યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: