સુરત પોલીસ ટપોરીઓ સામે એકશન મોડમાં આવી છે, પાલ પોલીસની મિશન મિડનાઈટ હેઠળ કાર્યવાહી સામે આવી છે જેમાં પાલની ન્યુસન્સરૂપ ચાની ટપરીઓ અને ફૂડપાર્લર સામે કાર્યવાહી કરવામાં આવી છે, કેટલાક ટપરીઓને પોલીસે પકડી ઉઠક બેઠક કરાવી છે અને મળસ્કે સુધી કેટલાક ટપોરીઓ કિટલીઓ અને પાનના ગલ્લા ઉપર પડ્યા પાથર્યા રહે છે.


પાલ વિસ્તારમાં મોડી રાત સુધી કિટલીઓ ધમધમે છે

શહેરના પાલ વિસ્તારમાં ગૌરવપથ, ભાઠા રોડ વિસ્તારમાં આખી રાત ગેરકાયદે ધમતી ચા ની ટપરીઓ અને ફુડ પાર્લરના માલિકોને જાણે કોઇ નિયમ કે કાયદાને અનુસર્યા વિના બેરોકટોક ચલાવી રહ્યા છે. ત્યારે પાલ પોલીસે મિશન મિડનાઈટ હેઠળ ગત રાતે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં માલિકો સામે પોલીસે લાલ આંખ જ કરીને હળવી સજાના ભાગરૂપે ઉઠક બેઠક કરાવી હતી. છેલ્લા કેટલાક સમયથી પાલ વિસ્તારમાં બેરોકટોક ચા ની કીટલીઓ અને ફુડ પાર્લરો મળસ્કે સુધી ધમધમે છે.

પાલ લેક ગાર્ડન પાસેના ફૂડ પાર્લરને કોના આશિર્વાદ ?

જેના પગલે ડીસીપી ઝોન - ૭ શેફાલી બરવાલની સુચના મુજબ પાલ પીઆઇ શીતલ શાહે સર્વેલન્સ સ્ટાફ સાથે મિડનાઈડ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી, ચા ની કીટલી અને ફુડપાર્લર ઉપર અડીંગો જમાવીને બેસેલા છેલબટાઉને તગેડી મુક્યા હતા, શહેરના પાલ, અડાજણ, જહાંગીરાબાદ દાંડી રોડ, વેસુ, ઉમરા અને અલથાણ વિસ્તારમાં ચા ની ટપરીઓ અને ફુડ પાર્લરની હાટડીઓ ખુલ્લેઆમ ધમધમે છે. ત્યારે પાલ પોલીસે ન્યુસન્સ બનેલ ટપરીઓ સામે લાલ આંખ કરી છે. પરંતુ અડાજણ પોલીસ મથક હેઠળ આવેલ પાલ લેક ગાર્ડન પાસે મળસ્કે સુધી શરૂ રહેતા ફુડસ્ટોલ સામે કાર્યવાહી હાથ ધરવામાં કયાં મુહૂર્તની રાહ જોવામા આવી રહી છે. આ સ્થળે કોર્પોરેટરો અને રાજકીય આગેવાનોની બેઠક હોવાથી પોલીસના હાથ ધજી રહ્યા હોવાની ચર્ચા થઇ રહી છે.

  • Follow us on: