સુરતના પલસાણામાં જોળવાની મીલમાં બોઈલરનું ડ્રમ ફાટતા અફરાતફરી મચી જવા પામી હતી. સંતોષ ટેક્સટાઈલ મીલમાં બોઈલરનું ડ્રમ ફાટતા કેટલાક કર્મચારીઓને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનામાં 15 જેટલા કામદારો દાઝ્યા છે અને બે લોકોના મોત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના પલસાણાના જોળવામાં સંતોષ ટેક્સટાઈલ મીલમાં ચાલુ કામગીરી દરમિયાન બોઈલર ફાટ્યું હતું. આ બોઈલર ફાટ્યું તે દરમિયાન શ્રમિકો અને કામદારો કામ કરી રહ્યા હતાં. ડ્રમ ફાટતાની સાથે જ અફરા તફરી મચી જવા પામી હતી. ઘટનાને પગલે ફાયર, પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં અનેક કામદારોને ઈજા પહોંચી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.













