સુરતના પાંડેસરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં અસામાજિક તત્વોએ પાર્ક કરેલી કારમાં નુકસાન પહોંચાડયું છે, તો પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે, કોઈ અંગત અદાવતમાં આ ઘટના બની હોઈ શકે તેવું પોલીસનું અનુમાન છે.


સુરતમાં અસામાજિક તત્વોનો આતંક

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, પાંડેસરામાં 10 થી 12 ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે, પાંડેસરાના રામનગરમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, એક સાથે ગાડીઓના કાચ તૂટતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો અને મોડી રાત્રે વાહનોમાં તોડફોડ થઈ હોવાની વાત સામે આવી છે, પાંડેસરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, લાકડી અને તિક્ષ્ણ હથિયાર વડે આ વાહનોમાં તોડફોડ કરાઈ હોવાની વાત સામે આવી છે.

પાંડેસરા વિસ્તારના રામનગરમાં તોડફોડ

સુરતમાં આમ પણ અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે, ત્યારે પોલીસને ખુલ્લી ચેલેન્જ આપીને અસામાજિક તત્વો ફરાર થઈ ગયા છે, આ કેસમાં હજી સુધી આરોપીઓ ઝડપાયા નથી, મહત્વનું છે કે, પાંડેસરા વિસ્તારમાં અગાઉ પણ અસામાજિક તત્વોનો આતંક આવ્યો હતો, સ્થાનિકોનું કહેવું છે કે જે જગ્યાએ આ નુકસાન કર્યુ છે ગાડીઓને તે જગ્યાએ લાવીને આરોપીઓને ઉઠક-બેઠક કરાવે તેવી માગ ઉઠી છે, પાંડેસરા પોલીસ તમને જો આવા અસામાજિક તત્વો આવી ખુલ્લી ચેલેન્જ આપતા હોય તો તમારી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી કે ઉંઘી રહી હતી તેને લઈ સવાલ ઉભા થયા છે.

 

  • Follow us on: