સુરતમાં ફરી એક વખત ટેક્સટાઈલ માર્કેટ વિવાદમાં સપડાયું છે. શહેરમાં અનમોલ ટેક્સ્ટાઈલ માર્કેટમાં યુવાનોને માર મારવાની ઘટના બની હતી. યુવકોને ફટકારનાર વેપારીઓ પર પોલીસે કાર્યવાહી કરતા ઘટનાસ્થળ પર લઈ ગઈ. પોલીસે અનમોલ ટેક્સ્ટાઈલ માર્કેટના આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું. શહેરમાં લુખાતત્ત્વો બેફામ બન્યા છે. પરંતુ સજ્જન લાગતા વેપારીઓ પણ યુવાનોને હેરાનકરતા હોવાનો કિસ્સો સામે આવ્યો.
વેપારીઓની દાદાગીરી યુવકને મારમાર્યો
શહેરમાં અનમોલ માર્કેટના વેપારીઓએ નિર્દોષ યુવકોની હેરાનગતિ કરી. માર્કેટના વેપારીઓએ ચોરીની શંકાએ યુવાનોને નગ્ન કરી મારમાર્યો. યુવાનો ટેકસટાઈલ માર્કેટમાં પોતાના કામસર અંદર ઘૂસ્યા હતા. જો કે વેપારીઓની યુવકોની હિલચાલ શંકાસ્પદ લાગી. અને તેમણે આ યુવાનોને કોઈપણ જાતની પૂછપરછ કરવાના બદલે માની લીધું કે તેઓ ચોરી કરવાના ઇરાદે માર્કેટમાં ઘૂસ્યા છે. બસ પોતાની આ ધારણાને લઈને માર્કેટના બે વેપારીઓએ યુવકોને મારમાર્યો. વેપારીઓ ચોરીની શંકામાં યુવકોને નગ્ન કરી ફટકાર્યો હતો તથા માર્કેટમાં ફેરવ્યો પણ હતો
વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એકશનમાં
વેપારીઓની દાદાગીરીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એકશનમાં આવી. સાલબતપૂરા પોલીસે બંને વેપારીઓની ધરપકડ કરી. ડાયમંડ નગરી કહેવાતી સુરતની હવે સિરત બદલાઈ છે. શહેરના હિરા ઉદ્યોગ ઉપરાંત ટેક્સટાઈલ માર્કેટ પણ વધુ પ્રખ્યાત છે. આ માર્કેટમાં વેચાણ થતા કાપડની દેશભરમાં માગ હોય છે. પરંતુ ટેક્સટાઈલના માર્કેટના વેપારીઓ પણ કેટલીક વખત નિર્દોષને દંડ આપે છે. હાલમાં અનમોલ માર્કેટના વેપારીઓની દાદાગીરીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એકશનમાં આવી.
વેપારીઓનું કરાયું રિકન્સ્ટ્રકશન
અનમોલ માર્કેટના વેપારીઓએ નિર્દોષ યુવકોની હેરાનગતિ કરવાની ઘટના સામે આવી છે. જેના બાદ સવાલ ઉઠવા લાગ્યા કે જો અસમાજિક તત્ત્વો નિર્દોષ નાગરિકોને હેરાન કરે છે તો તેમની અટકાત કરાય છે. અને કેટલાક કિસ્સામાં અસમાજિક તત્ત્વોના ઘર પણ તોડાય છે. જ્યારે સજજન લાગતા વેપારીઓ નિર્દોષ યુવાનોને હેરાન કરે છે તો તેમની અટકાયત કરી ચેતવણી આપી છોડી દેવામાં આવે છે. અનમોલ ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓની કાળીકરતૂત સામે આવતા સાલબતપૂરા પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી ઘટનાસ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રકશન કર્યું.