સુરતના ડીંડોલી વિસ્તારમાં એક પરણિત મહિલાને બ્લેકમેલ કરીને તેની પાસેથી રોકડ અને દાગીના મળી કુલ ₹14 લાખનો મુદ્દામાલ પડાવનાર આરોપી પ્રવીણ પવારની ડીંડોલી પોલીસે ધરપકડ કરી છે. અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરવી આ મહિલાને ખૂબ મોંઘી પડી છે. આરોપી પ્રવીણ પવારે આશરે અઢી વર્ષ પહેલાં મહિલા સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ, હોળીના તહેવાર દરમિયાન તેણે મહિલાને ભાંગની ગોળી વાળું ઠંડુ પીણું પીવડાવીને બેભાન કરી દીધી હતી. મહિલા બેભાન અવસ્થામાં હતી, ત્યારે પ્રવીણે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તેનું રેકોર્ડિંગ પોતાના મોબાઈલમાં કરી લીધું હતું.
સુરતમાં દુષ્કર્મ કરી બ્લેકમેલ કરનાર ઝડપાયો













