ગુજરાતમાં ખનન માફિયાઓ બેફામ બન્યાં છે. તંત્ર દ્વારા ગેરકાયદે રેતીનું ખનન કરતા માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં પણ ચોટીલાના લાખણકા નજીક થઈ રહેલા ખનન પર તંત્રએ તવાઈ બોલાવી છે. રોયલ્ટી પાસ પરમીટ વિના ગેરકાયદે ચાલી રહેલી ખનન પ્રક્રિયા દરમિયાન તંત્ર દ્વારા આઠ ડમ્પર સહિત 3.22 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ચોટીલાના લાખણકા નજીક થઇ રહ્યુ હતું ખનન
સુરેન્દ્નનગરના ચોટીલાના લાખણકા નજીક ગેરકાયદે ખનીજ ચોરી કરતાં શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. ગત મોડી રાત્રે નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજની હેરાફેરી કરતા વાહનો ઝડપી પાડ્યા હતાં. લાખણકા ગામ નજીક સ્થિત અલખધણી હોટેલની બાજુમાંથી ગેરકાયદે રેતીનું વહન કરતા રોયલ્ટી વિનાના આઠ તેમજ ઓવરલોડ અને ગેરકાયદે રેતી ભરીને વહન કરતા ડમ્પરો ઝડપી લેવાયા હતાં.













