સુરેન્દ્રનગરમાં મળેલ મહિલાના મૃતદેહમાં મોટો ખુલાસો થયો છે, મહિલા સાથે દુષ્કર્મ થયું અને ત્યારબાદ મહિલાનું મોત થયું હોવાની વાત સામે આવી છે, પાંચ શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે અને બસ સ્ટેન્ડના એક બિલ્ડિંગમાંથી મળ્યો હતો મહિલાનો મૃતદેહ, પોલીસે દુષ્કર્મ અને હત્યાની કલમ ઉમેરી તપાસ હાથ ધરી છે, પ્રકાશ પરમાર અને જુમા બાદલણી સામે ફરિયાદ નોંધાઇ છે.


સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પતિએ

સમગ્ર ઘટનાની વાત કરીએ તો એક શખ્સ મહિલાને ઉંચકીને ધાબા પર લઈ ગયો હતો અને ત્યારબાદ એક બાદ એક શખ્સે દુષ્કર્મ આચર્યુ છે અને 7 ઓગસ્ટના રોજ આ ઘટના બની હતી, સામૂહિક દુષ્કર્મ બાદ મહિલાનું મોત થયું હોવાની વાત સામે આવી છે, પોલીસે પોકસોની સાથે હત્યાની કલમ પણ ઉમેરી હોવાની વાત સામે આવી છે, સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે, મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ રીપોર્ટના આધારે વધુ માહિતી પોલીસને પણ મળી શકશે.

અમૃતધારા કોમ્પલેક્ષસના ધાબા પરથી મળ્યો હતો મૃતદેહ

જેમાં બસ સ્ટેશન રોડ પર આવેલ અમૃતધારા કોમ્પલેક્ષસના ધાબા પરથી તા. 7 ઓગસ્ટના રોજ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને બી ડિવિઝન પોલીસ દ્વારા પીએમ માટે લઈ જવાયો હતો. અને તેના વાલી વારસો આવી જતા તેઓને મૃતદેહ સોંપાયો હતો. ત્યારબાદ મૃતકના પતિ પરિણીતાના મોબાઈલની શોધખોળ માટે બનાવના સ્થળે ગયા હતા. જયાં એક વ્યકિત તેઓને મળતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો. આ વ્યકિતના જણાવાયા મુજબ ગત તા. 7મી ઓગસ્ટના રોજ રાતના 12-30 કલાકના અરસામાં મૃતકને કુંભારપરામાં રહેતો પ્રકાશ માલાભાઈ પરમાર કાખમાં ઉંચકીને કોમ્પલેક્ષસની છત પર લઈ ગયો હતો.  

  • Follow us on: