ભાવનગરમાં વેપારી સાથે થયેલી છેતરપિંડીમાં મહિલા સહિત 2 લોકો ઝડપાયા છે. ઓઈલના વેપારી સાથે 2 લોકોએ રૂ.28 લાખની ઠગાઈ કરી હતી. આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. ગાઝીયાબાદની મહિલા અને એક યુવકને ઝડપી લીધો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીનો સંપર્ક કર્યો હતો. આરોપીઓ સામે હરિયાણા, બેંગ્લોરમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. LCBએ આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે..


ભાવનગરમાં વેપારી સાથે 28 લાખની છેતરપિંડી

ભાવનગરમાં ઓઇલના વેપારી સાથે થયેલી 28 લાખની છેતરપિંડીમાં મહિલા સહિત 2 આરોપીઓ ઝડપાયા છે. ભાવનગરની LCBની ટીમે ગાઝીયાબાદની મહિલા અને એક યુવકને ઝડપી લીધા છે. વોરાવાડમાં રહેતા વેપારી સાથે ફેસબુકના માધ્યમથી કોન્ટેક કરી આરોપીઓએ વેપારીને ઓઇલ મોકલવાના વાત કરી હતી. વેપારીને ખોટા ઇ વે બિલ અને ઇન્વોઇસ બિલ મોકલી કંપનીના એકાઉન્ટમાં રૂપિયા 28 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.

LCBની ટીમે ગાઝીયાબાદની 2ને ઝડપી લીધા

ગાઝીયાબાદની યુવતી અને યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક અને યુવતી ઉપર હરિયાણા સાયબર ક્રાઇમ અને બેંગ્લોરમાં પણ ફરિયાદ નોંધાઇ છે. LCBની ટીમે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે આરોપીઓએ અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે. આરોપીઓએ વેપારીને ખોટા ઇ વે બિલ અને ઇન્વોઇસ બિલ મોકલી કંપનીના એકાઉન્ટમાં રૂપિયા 28 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.


  • Follow us on: