વડોદરામાં સંબંદોને સર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં કાકાએ તેની માસૂમ ભત્રીજીને હવસનો શિકાર બનાવી છે. આ ઘટનામાં કાકાના મિત્ર જોઈ જતા તેણે પણ ગેરલાભ ઉઠાવી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













