વડોદરા જીલ્લા LCBએ કરજણ નેશનલ હાઈવે 48 પરથી દારૂ ભરીને જતી કન્ટેનર ઝડપી પાડ્યુ છે. ઇન્ડિયન ઓઇલના મારકા વાળા કન્ટેન્ટરમાં છુપાવીને દારૂની હેરફેર કરવામાં આવતી હતી. કન્ટેનરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસ દ્વારા વેલ્ડીંગ મશિનના કટરથી પાછળનો ભાગ કાપીને દારૂ બહેર કાઢ્યો હતો. કન્ટેનરમાંથી મોટી માત્રામાં લાખોનો વિદેશી દારૂ ઝડપાયો હતો.


મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો

કન્ટેનરમાં અંદરના ભાગે બીજું પણ ચોરખાનું બનાવાયેવલુ હતું. જે ચોરખાનું ખોલવાના પ્રયત્નો હાલ પોલીસ દ્વારા ચાલું છે. સમગ્ર ઘટના મામલે પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા વડોદરા એલસીબીને મોટી સફળતા મળી છે. દારૂની બોટલો કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીએ ગેરકાયદેસર રીતે લવાયેલો લાખોનો દારૂ અને કન્ટેનર કબજે લઈ કન્ટેનરના માલિકની શોધખોળ હાથ ધરી.

ચોરખાનું બનાવી લવાતો હતો દારૂ

દારૂ છુપાવીને દારૂની હેરીફેરી કરવા માટે કન્ટેનરમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. પોલીસને આશંકા જતા પોલીસે ટ્રક રોકાવી કન્ટેનરની તપાસ કરતા લાખોનો દારૂ નજરે પડ્યો હતો. પોલીસ દ્વારા સફળ કાર્યવાહી થતા ગુજરાતમાં લવાયેલો દારૂનો મોટો જથ્થો વડોદરા એલીબી એ ઝબ્બે કર્યો હતો. આવા જ અવનવા કિમિયા અપનાવીને બુટલેગરો દ્વારા રાજ્યમાં દારૂની ઘૂસણખોરી કરવામાં આવી રહી છે.


  • Follow us on: