મકરપુરા જીઆઇડીસીમાં વરસાદી કાંસમાં ઉદ્યોગ એકમો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું. વરસાદી કાંસોમાં કંપનીઓનું પ્રદૂષિત પાણી છોડવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. અગાઉ નંદેસરી જીઆઇડીસી પાસે મીની નદીમાં પણ કેટલાક ઉદ્યોગ એકમો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું. કેમિકલ યુક્ત જાંબલી રંગના પાણી છોડાતા એકમો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગંભીર બેદરકારી













