વડોદરાના પાદરામાં વૃદ્ધ દંપતી પર હુમલો અને લૂંટની ઘટના બની છે, ઉમરાયા ગામની સીમમાં વૃદ્ધ દંપતી પર હુમલો કરી લૂંટ કરવામાં આવી છે, તિક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરી આરોપી ફરાર થયા છે, તો પોલીસે આસપાસના સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ઈજાગ્રસ્તોને વડોદરા SSG હોસ્પિટલ ખસેડાયા છે.
લૂંટને લઈપાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી
વડોદરાના પાદરામાં લૂંટની ઘટના બની છે અને વૃદ્ધ દંપતી ઘરે હતા તે દરમિયાન લૂંટારૂઓ આવે છે અને લૂંટ કરી હુમલો કરે છે, ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે ઉતરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, મહત્વનું છે કે, આ કેસમાં કોઈ જાણભેદુ હોવાની પોલીસને શંકા પણ સેવાઈ રહી છે, આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી છે, હત્યાની શંકાએ હુમલો થયો હોઈ શકે છે.













