વડોદરામાં માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલના સ્ટાફે સગીરા સાથે અશ્લીલ હરકત કરતા ખળભળાટ મચી ગયો છે. દિવાળીના પર્વ માટે ખરીદી કરવા ગયેલી આ સગીરા જ્યારે વોશરુમમાં ગઇ ત્યારે તેની સાથે અશ્લિલ હરકત કરાઇ હોવાનું બહાર આવતાં માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
ઇવા મોલમાં સગીરા સાથે અશ્લિલ હરકત
મોટા મોટા મોલમાં ચેન્જીંગ રુમમાં છુપા કેમેરા ગોઠવવાના બનાવો બહાર આવતા જ રહે છે. દરમિયાન વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા જાણીતા ઇવા મોલમાં સગીરા સાથે અશ્લિલ હરકત થઇ હતી. આ સગીરા ઇવા મોલમાં ખરીદી કરવા ગઇ હતી અને તે સમયે સ્ટાફ દ્વારા આ હરકત કરવામાં આવી હતી













