ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર અમલી હોય તેવું લાગી રહ્યું છે. જે પોલીસ દારૂબંધીનો અમલ કરવા સક્રિય હોય છે તે જ પોલીસના કર્મચારીઓ નશો કરીને ઝડપાઈ રહ્યાં છે. વડોદરામાં એક નશાખોર પોલીસ કર્મી લોકો સાથે દલીલો કરીને અપશબ્દો બોલતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્થાનિકોએ આ પોલીસકર્મીને પકડીને પોલીસના હવાલે કર્યો હતો.


પોલીસની નશામાં ધૂત થઈ લોકો સાથે દાદાગીરી

પ્રાપ્ત વિગતો પ્રમાણે લોકો સાથે દાદાગીરી કરતાં અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને સૂચના આપી છે. પરંતુ પોલીસ જ નશામાં ધૂત થઈને લોકો સામે દાદાગીરી કરે તો તેની સામે કોણ એક્શન લેશે તેવા અનેક સવાલો ઉભા થયાં છે. ગૃહમંત્રીએ તાજેતરમાં અમદાવાદ પોલીસ દ્વારા આયોજિત તેરા તુજકો અર્પણ કાર્યક્રમાં કહ્યું હતું કે, લોકોને હેરાન કરતા ટપોરીઓનો હિસાબ કરો. ત્યારે ખુદ પોલીસ કર્મી જ નશો કરીને લોકોને હેરાન કરે તો તેની સામે ક્યારે પગલાં લેવાશે તેવા અનેક સવાલો ઉભા થયાં છે.

સોશિયલ મીડિયામાં પોલીસનો વીડિયો વાયરલ

વડોદરામાં નશો કરીને ફરતા સંજયસિંહ નામના પોલીસકર્મીએ લોકો સાથે દલીલો કરી અપશબ્દો બોલ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પોલીસ કર્મી ટ્રાફિક વિભાગનો હોવાનું સામે આવ્યું છે. તે ચાંપાનેર વિસ્તારમાં નશાની હાલતમાં ફરતો હતો. લોકોને અપશબ્દો બોલીને દલીલો કરતો હતો. તેને સ્થાનિક લોકોએ ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો. હવે આ પોલીસ કર્મી સામે એક્શન લેવાશે કે કેમ તે અંગે લોકોમાં અનેક સવાલો ઉભા થયાં છે.


  • Follow us on: