મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બાળકો પ્રત્યેના પ્રેમ અને ઋજુતાનો વડોદરાના નગરજનોને ફરી દર્શન થયા હતા. ઇલેટ્સ અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટમાં સહભાગી થયેલા મુખ્યમંત્રીશ્રીએ એક પ્રજ્ઞાચક્ષુ છાત્રાને સ્ટેજ ઉપર માઇક અપાવી હેતપૂર્ણ રીતે સાંભળી હતી.
ગૌરી પ્રજ્ઞાચક્ષુ હોવા છતા આવું સરસ ચિત્રકામ કરી શકતી હતી
બન્યું એવું કે, સમિટમાં મુખ્યમંત્રીનું સ્વાગત કરવા માટે ઊર્મિ સ્કૂલના દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં આ શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી ગૌરી શાર્દુલ પણ સામેલ હતી. ગૌરીએ જાતે દોરેલા મુખ્યમંત્રીના સ્કેચની ફ્રેમ આપી સ્વાગત કર્યું. પેન્સીલથી દોરેલી એ તસવીર જોઇ મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા. કારણ કે, ગૌરી પ્રજ્ઞાચક્ષુ હોવા છતા આવું સરસ ચિત્રકામ કરી શકતી હતી. એટલે ભૂપેન્દ્ર પટેલે એ છાત્રની પૃચ્છા કરી. ત્યારે ગૌરીએ મુખ્યમંત્રીએ કહ્યું કે, સર મારે બે શબ્દો કહેવા છે !













