વડોદરાના તાંદલજડા વિસ્તારમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. પરિવારજનોએ આકસ્મિક મોત સમજીને યુવકની અંતિમ વિધિ પણ કરી નાંખી હતી. ત્યારબાદ પરિવારજનોએ યુવકની પત્ની અને તેના પ્રેમી સામે યુવકની હત્યાનો આક્ષેપ કર્યો હતો અને પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતાં મૃતકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.


પોલીસે ગુનો નોંધવા માટે કાર્યવાહી શરૂ કરી

પોલીસને મળેલા પોસ્ટમોર્ટમના પ્રાથમિક રીપોર્ટમાં યુવકનું ગળુ દબાવીને હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યાર બાદ પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમી સહિત પ્રેમીના મિત્ર સામે ગુનો નોંધવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, યુવકના પોસ્ટમોર્ટમના પ્રાથમિક રીપોર્ટમાં ગળુ દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. મૃતકની પત્નીએ અને તેના પ્રેમી સહિત પ્રેમીના મિત્રની મદદથી આ હત્યા કરી હતી. પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરશે અને ત્યાર બાદ વધુ ખુલાસા સામે આવશે.


  • Follow us on: