શહેરમાં રાતના સમયે બંધ રહેતા ટ્રાફિક સિગ્નલોને કારણે મોટા ભાગના જંક્શનો પર વાહન ચાલકો આડેધડ વાહનો ચલાવતા હોવાથી અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા વકરી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા શહેરમાં ટ્રાફિક નિયંત્રણમાં મોટો ફેરફાર કર્યો છે. શહેરમાં આવેલા કૂલ 70 જંક્શન પર ટ્રાફિક સિગ્નલને હવે 24 કલાક કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વડોદરા મ્યનિસિપલ કમિશ્નરના આ નિર્ણયથી ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યા પર નિયંત્રણ આવશે.


નવી ટ્રાફિક સિસ્ટમ લગાવવાનું આયોજન

શહેરમાં ટ્રાફિક સિગ્નલો 24 કલાક કાર્યરત કરવામાં આવતા હવે વાહનોનું ઈંધણ બચશે અને વાયુ પ્રદૂષણમાં ઘટાડો પણ જોવા મળશે. શહેરમા ટ્રાફિકના ભારણ વાળા અંદાજે 10 જંક્શનો પર નવી ટ્રાફિક સિસ્ટમ લગાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જે સંપૂર્ણ રીતે સાયન્ટીફિક રીતે નિયંત્રિત થશે. વાહન ચાલકોને વધુ સમય સુધી ટ્રાફિકમાં નહીં ઉભા રહેવું પડે.

સરળ અને ઝડપી ટ્રાફિક સંચાલનનો લાભ

વડોદરા મહાનગર પાલિકા દ્વારા આ યોજના હેઠળ ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. શહેરને સ્માર્ટ અને સુરક્ષિત બનાવવાના હેતુસર મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો વડોદરા શહેરના નાગરિકોને સરળ અને ઝડપી ટ્રાફિક સંચાલનનો લાભ અપાવશે.

આ પણ વાંચોઃ Vadodaraમાં SIRની કામગીરી દરમિયાન લાઇનમાં ઊભેલો અરજદાર ઢળી પડ્યો


  • Follow us on: