વડોદરામાં SIRની કામગીરી દરમિયાન એક અરજદાર યુવક અચાનક ઢળી પડવાની ઘટના સામે આવી છે. લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાના કારણે યુવકની તબિયત લથડી હતી. યુવકને અચાનક ખેંચ આવતા તે ચક્કર ખાઈને જમીન પર પટકાયો હતો. પટકાવાને કારણે તેના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો.


જમીન પર પટકાતા માથાના ભાગે પહોચી ઇજા

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોએ યુવકની મદદ કરી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાએ લાંબી લાઇનોમાં ઊભા રહેવાના કારણે થતી હેરાનગતિ અને સ્વાસ્થ્ય પરની અસરને ફરી એકવાર ઉજાગર કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: