વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં વસતા પ્રશાંત કનુભાઈ દેસાઈ નામના યુવક પર એક ગંભીર દુષ્કર્મનો કેસ નોંધાયો છે. આરોપી યુવકે લગ્ન કરવાની લાલચ આપીને યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા અને સતત 8 વર્ષ સુધી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો.આરોપીએ બીજી વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. અકોટા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા દ્વારા શરૂ થયેલ સંબંધ
ફરિયાદ અનુસાર, યુવક એ કંપનીના મકાનમાં રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેણે સોશિયલ મીડિયા મારફતે યુવતી સાથે સંપર્ક સાધ્યો અને ફોન ચેટિંગ દ્વારા બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો.લગ્નનો વાયદો આપવાથી યુવતીને તેની પર સંપૂર્ણ વિશ્વાસ હતો













