વડોદરા જિલ્લાના પાદરા ખાતે કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરતો એક બનાવ સામે આવ્યો છે. અહીં ગોવિંદપુરા પોલીસ ચોકીની સામે જ કાર ચાલક અને તેના પરિવારે એક ટ્રક ચાલકને જાહેરમાં ઢોર માર માર્યો હતો. પોલીસ ચોકીની નજીક જ કાર ચાલક અને તેના પરિવારે કાયદો પોતાના હાથમાં લઈને ટ્રક ચાલકને ફટકારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


ગોવિંદપુરા પોલીસ ચોકીની સામે જ માર્યો માર

પોલીસ ચોકીની સામે જ આ ઘટના બની હોવા છતાં, હુમલાખોરોએ નિર્ભયતાથી ટ્રક ચાલકને માર માર્યો હતો. જોકે, ટ્રક ચાલકને માર મારવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે વાયરલ વીડિયોના આધારે ઘટનાની નોંધ લીધી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: