વડોદરાના ફતેહગંજ બ્રિજ રોડ પાસે એક દુ:ખદ અકસ્માત થયો હતો, જેમાં એક યુવતીનું મોત થયું અને બીજી ગંભીર હાલતમાં જીવન મરણ સુધી ઝઝૂમી રહી છે.
AIS ઓફિસમાંથી નાઇટ શિફ્ટ કરીને ઘરે પરત ફરતા હતા ત્યારે અકસ્માત
મૃતકોની ઓળખ મધ્યપ્રદેશની રહેવાસી કાજલ કછવાહા અને વારાસિયા રિંગ રોડ પર ચતુરભાઈ કોમ્પ્લેક્સની રહેવાસી રોમાબેન વાંજાણી તરીકે થઈ છે. તેઓ સવારે લગભગ 4 વાગ્યે એલેમ્બિક કોમ્પ્લેક્સ સ્થિત AIS ઓફિસમાંથી નાઇટ શિફ્ટ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો.













