વડોદરાના તાંદલજા વિસ્તારમા મહાબલીપુરમ સોસાયટીમાં પતિએ પત્નીનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. દીકરીને મારવાના મુદ્દે પત્ની સાથે થયેલા ઝઘડામાં પત્ની પણ પતિને જેમ તેમ બોલતાં ગુસ્સે ભરાયેલા યુવકે પત્નીનું ગળુ દબાવી દઇને હત્યા કરી હતી અને ત્યારબાદ હત્યારો યુવક સામે ચાલીને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોતે કરેલા ગુનાનો એકરાર કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.


ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી

 વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા મહાબલીપુરમ ખાતે મુસ્લિમ દંપતી તેમની દીકરી સાથે રહેતું હતું. દરમિયાન પત્ની તેમની દીકરીને મારતી હોવાથી તે સમયે પતિએ દીકરીને નહી મારવાનું કહ્યું હતું. તેમ છતાં પત્નીએ પતિને જેમ તેમ શબ્દો બોલવા લાગતા પતિ અકળાયો હતો અને ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેથી જે પી રોડ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મેરી લડકી કો જ્યાદા મારતી હતી તો મેરે કો ગુસ્સા આયા

સમગ્ર ઘટનાની ફરિયાદ વડોદરા શહેરના અજબડી મિલ પાસે રહેતા ફેબ્રીકેશનના વેપારી શબ્બીરહુશેન અબ્દુલકરીમ બશીરઅહેમદ દિવાને પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. મિસબાના પતિ કાશીમ શબ્બીર શેખ તેમને તમારી પૌત્રી મિસબા મેરી છોટી લડકી કો મારતી થી, ઔર બાર બાર મેને ઉસકો મારને કો મના કીયા, તો મેરે કો બોલી કી તુમ કુછ કમાતે તો નહી હો તુમ્હારે મે કામ કરને કી ઔકાત નહી હૈ ઔર મુજે સલાહ દેતે હો એસા મુજે બોલકે ઓર ચિલ્લાતી થી. મેરી લડકી કો જ્યાદા મારતી હતી તો મેરે કો ગુસ્સા આયા ઓર મેને ઉસકા ગલા દબા કે માર ડાલા..અભી મહાબલીપુરમ વાલે ભાડે કે મકાન મે પડી તેમ જણાવ્યુ હતુ. આ વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

 પતિ-પત્નીના ઝઘડામાં છ માસની બાળકી માતા વિનાની થઇ ગઇ

આવેશમાં આવ જઇને પતિ કાસિમ સામે ચાલીને પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો અને પોતે કરેલા ગુનાની કબૂલાત કરતાં પોલીસ તેને લઇને સ્થળ પર પહોંચતા યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે કાસિમ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી પણ આ બનાવથી ભારે અરેરાટી ફેલાઇ ગઇ હતી કારણ કે પતિ-પત્નીના ઝઘડામાં છ માસની બાળકી માતા વિનાની થઇ ગઇ છે.


  • Follow us on: