વલસાડના ઉમરગામમાં ઘરમાં ઘૂસી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે, સંજાણમાં લૂંટના ઈરાદે બુરખો પહેરીને ઈસમો ઘરમાં ઘૂસ્યા હતા અને ઘરમાં રહેલા દિવ્યાંગ વ્યક્તિ પર હુમલો કરીને લૂંટનો પ્રયાસ કર્યો પરંતુ ઘરમાં રહેલ વ્યકિતએ બુમાબુમ કરતા લૂંટારૂઓ ફરાર થયા હતા, અને પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.


વલસાડમાં લૂંટના પ્રયાસની ઘટના

વલસાડના ઉમરગામમાં મોડી રાત્રે લૂંટનો પ્રયાસ થયો હોવાની વાત સામે આવી છે, જેમાં ઉમરગામના સંજાણ ખાતે બુરખો પહેરીને લૂંટારૂઓ ઘરમાં પ્રવેશ્યા હતા અને તેમણે લૂંટનો પ્રયાસ કર્યો હતો અને ઘરમાં રહેલ દિવ્યાંગ વ્યકિત પર હુમલો કર્યો હતો, પરંતુ બુમાબુમ કરતા આસપાસના સ્થાનિકો ઘર પાસે દોડી આવ્યા હતા અને લૂંટારૂઓ લૂંટ કર્યા વિના જ ભાગી છૂટયા હતા, સમગ્ર ઘટનામાં સીસીટીવી પણ વાયરલ થયા છે જેમાં દેખાઈ રહ્યું છે, લૂંટારૂઓ કાર લઈને લૂંટ કરવા આવ્યા હોઈ શકે છે.

આસપાસના લોકોને જાણ થતા લૂંટારૂ ફરાર

લૂંટારુ બુરખો પહેરીને દોડતા હતા તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી છે, ઘરમાં કોઈ લૂંટ ન થતા સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધી છે, લૂંટારૂઓ મહારાષ્ટ્ર તરફ ગયા હોય તેવી પોલીસને શંકા છે, અગાઉ પણ વલસાડ જિલ્લા પોલીસે વાપીના જવેલર્સના શો રૂમમાં લૂંટનો પ્લાન બનાવનાર ગેંગના 4 સાગરિતોને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી પિસ્તોલ પણ મળી આવી હતી.

  • Follow us on: