વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદને કારણે જિલ્લાના 88 રસ્તાઓ બંધ થયા છે. જેમાં કપરાડા તાલુકાના 27 રસ્તાઓ બંધ, ધરમપુર તાલુકાના 23 રસ્તાઓ બંધ, વલસાડ તાલુકાના 21 રસ્તાઓ બંધ, વાપી તાલુકાના 5 રસ્તાઓ બંધ, પારડી તાલુકાના 9 રસ્તાઓ બંધ થયા છે. 88 જેટલાં જિલ્લાના રસ્તાઓ ઓવર ટોપિગને કારણે બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે.


વલસાડ 88 રસ્તાઓ બંધ થયા 

વલસાડમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીની આવક વધી છે. નદી -નાળા ઓવરફ્લો થતા લો લેવલના રસ્તાઓ બંધ થયા છે. રસ્તાઓ બંધ થવાથી લોકોને અવર જવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લા પ્રશાસન દ્વારા લોકોની સુરક્ષાના ભાગ રૂપે લો લેવલના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રસ્તાઓ બંધ થતા વાહન ચાલકોને તથા લોકોને રોડ પરથી પાણીના પ્રવાહમાં પસાર થવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

કપરાડા તાલુકાના 27 રસ્તાઓ બંધ

સૌથી વધુ કપરાડા તાલુકાના 27 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આમ ટોટલ જિલ્લામાં 88 રસ્તાઓ લોકોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. રાજ્યમાં ભારે વરસાદથી જન જીવનને ભારે અસર પહોંચી છે. વલસાડમાં 88 જેટલાં જિલ્લાના રસ્તાઓ ઓવર ટોપિગને કારણે બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે.


  • Follow us on: