વલસાડના પારડીમાં ભેસુ ખાડીમાં કાર તણાઇ હોવાની વાત સામે આવી છે, કારમાં સવાર શિક્ષક દંપતી અને પુત્રી તણાઈ ગયા હોવાની વાત સામે આવતા NDRF દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે, કારમાં સવાર મહેશભાઈનો આબાદ બચાવ થયો છે, તો શિક્ષિકા તનાશા પટેલ અને પુત્રી કાર સાથે તણાયા છે, NDRF ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે પણ હજી સુધી પત્ની-પુત્રીની ભાળ મળી નથી.


વલસાડના પારડી તાલુકામાં ભારે વરસાદ

પારડી તાલુકાના તરમલિયા અને ખૂંટેજ વચ્ચે આવેલ ભેસુ ખાડીમાં કાર તણાઈ હોવાની વાત સામે આવી છે, કારમાં સવાર શિક્ષક દંપતી પૈકી પતિ મહેશ ભાઈને બચાવી લેવામાં આવ્યા છે, શિક્ષિકા તનાશા પટેલ અને તેમની દીકરી યશવી પટેલ કાર સાથે જ તણાયા હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ વહીવટી તંત્રને કરાતા તંત્ર દ્વારા રેસ્ક્યું હાથ ધરવામાં આવ્યું છે, એનડીઆરએફની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરવામાં આવી છે, સાથે સાથે સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી છે.

વલસાડમાં નદી નાળા ભારે વરસાદના કારણે છલકાયા

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લાના મધુબન ડેમમાંથી દર કલાકે એક લાખ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને દમણ ગંગા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. મોડી સાંજે પણ દમણગંગા નદીમાંથી 10 દરવાજા 2.50 મીટરે ખોલીને 1,22,000 પાણી છોડવામાં આવતા વાપી નજીકનો વીઆર કમ કોઝવે ઓવરફ્લો થતા દમણગંગા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, વલસાડ જિલ્લા દાદાનગર હવેલી અને દમણના જે દમણગંગા નદી કિનારે આવેલા ગામોના લોકોને નવીના કિનારે વાળા વિસ્તારમાં ન જવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવા આવી છે.

  • Follow us on: