વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી જ વરસાદી માહોલ જામ્યો છે. આવા ભેજવાળા અને વરસાદી માહોલમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. અત્યારે જિલ્લામાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો કે જિલ્લામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોની પણ સંખ્યા વધી રહી છે. આથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે. પાણીજન્ય રોગચાળામાં તાવ, ઝાડા -ઉલટી અને વાઇરલ તાવ સહિતના કેસ વધી રહ્યા છે.


વલસાડ જિલ્લામાં રોગચાળો વધ્યો 

જિલ્લામાં આરોગ્ય વિભાગની 814 ટીમો સર્વે લેન્સની કામગીરીમાં લાગી છે. અત્યારે જિલ્લામાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પાણીજન્ય રોગચાળાએ માઝા મૂકી છે.જેથી જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. ખાનગી હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલ સહિત અન્ય સરકારી હોસ્પિટલોમાં પણ સામાન્ય દિવસોની સરખામણીમાં ત્રણ થી ચાર ઘણા દર્દીઓ આવી રહ્યા છે.

વલસાડમાં ડેન્ગ્યુના 35 કેસ મલેરિયાના 10 કેસ 

આમ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં રોજના ઓપીડીના આંકડામાં વઘારો નોંધાઈ રહ્યો છે. જોકે તબીબોના કહેવા પ્રમાણે વરસાદને કારણે સતત ભેજવાળા વાતાવરણ અને વરસાદ અને વાતાવરણમાં ફેરફારને કારણે રોગચાળો ફાટે છે. સાથે જ ચોમાસામાં ઠેર-ઠેર ગંદકીના કારણે પણ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે છે. આથી આવા રોગથી બચવા માટે તબીબો લોકોને સાવચેતી રાખવાના સૂચન પણ કરી રહ્યા છે. આમ વલસાડ જિલ્લામાં પણ ચોમાસામાં રોગચાળા નું પ્રમાણ વધ્યું છે. સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહેલી જોવા મળી રહી છે. છેલ્લા 2 મહિનામાં ડેન્ગ્યુના 35 કેસ મલેરિયાના 10 કેસ અને વાઇરલ તાવના પણ વધુ કેસો નોંધાયા છે.


  • Follow us on: