વલસાડના અબ્રામા વિસ્તારમાં એક અત્યંત અમાનવીય અને ક્રૂર ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિએ રખડતા શ્વાનને પથ્થર મારીને મોતને ઘાટ ઉતાર્યું છે. આ ઘટના બાદ જીવદયા પ્રેમીઓની ફરિયાદના આધારે વલસાડ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અબ્રામા ખાતે આવેલી ઝેપ્ટો ઓફિસના પાછળના ભાગે બની હતી.
કર્મચારીએ રખડતા શ્વાનને પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યું













