વલસાડના જિલ્લાના ધરમપુરમાં બાઈક સાથે યુવક તણાયો હોવાની ઘટના સામે આવી છે. ધરમપુર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. ધરમપુરના શેરીમાળથી કાંગવી જતા રોડ વચ્ચે માન નદીના નીચા કોઝવે પર બાઈક સાથે યુવક તણાયો છે. ઘટના બનતા તંત્ર દ્વારા NDRFની ટીમ મારફતે શોધ ખોળ હાથ ધરવામાં આવી છે.
ધરમપુરમાં બાઈક સાથે યુવક તણાયો













