વલસાડના ધરમપુરમાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબકયો છે, ધરમપુરમાં ભારે વરસાદથી પાણી ભરાયા હોવાની વાત પણ સામે આવી છે, મુખ્યમાર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે અને ઉપરવાસમાં ભારે વરસાદથી લાવરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, ચીચોઝર જતા મુખ્ય માર્ગ પર કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.


વલસાડના ધરમપુરમાં વહેલી સવારથી અત્યાર સુધી ચાર ઇંચ વરસાદ

વલસાડના ધરમપુરમાં અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, ધરમપુરના મુખ્ય માર્ગો પર ગોઠણ સમા પાણી ભરાતા વાહનચાલકો હેરાન થઈ ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ધરમપુરની લાવરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને નદીના પાણી કોઝવે પર ફરી વળતા વાહનવ્યવહારને ભારે અસર જોવા મળી છે.

વલસાડ જિલ્લામાં ખરાબ રસ્તાઓથી લોકોને હાલાકી

વલસાડ જિલ્લામાં ખરાબ રસ્તાઓથી લોકોને હાલાકી પડી રહી છે, જિલ્લાના બગવાડા ટોલ બૂથ નજીક લાંબો ટ્રાફિક સર્જાયો છે, ખરાબ રસ્તાને લઇ નેશનલ હાઇવે પર ટ્રાફિક જોવા મળ્યો છે, અમદાવાદ-મુંબઈ હાઇવે પર બંને તરફ ટ્રાફિક સર્જાયો છે, વરસાદમાં ખખડેલા રસ્તાઓથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, રસ્તાઓનું સમારકામ થાય તેવી લોકોની માગ છે અને રસ્તાઓ પર ખાડા હોવાથી અકસ્માતનો ભય રહેલો છે.

મધુબેન ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ

મધુબન ડેમના ઉપરવાસમાં આવેલા 6 ગામોમાં છેલ્લા 24 કલાકમાં કુલ 190 મિમી વરસાદ નોંધાયો છે. આ કારણે ડેમનું જળસ્તર વધીને 75.40 મીટરે પહોંચ્યું છે. ડેમમાં 21,222 ક્યુસેક પાણીની આવક થતાં રુલ લેવલ જાળવવા માટે 6 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે. આ દ્વારા 17,712 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. 

  • Follow us on: