વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે 84 રસ્તાઓ અવર-જવર માટે બંધ કરવામાં આવ્યા છે, ઓવર ટોપિંગને લઈ લો લેવલના કોઝ-વે પર પાણી ફરી વળ્યા છે. વહીવટી તંત્ર દ્વારા બેરીકેટિંગ અને પોલીસ બંદોબસ્ત લગાવીને અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેને કારણે 15થી 20 કિલોમીટર ફરીને લોકોને આવવું પડી રહ્યું છે. વલસાડના 18, કપરાડાના 17, ધરમપુરના 25, પારડીના 20, વાપીનો 1, ધરમપુર/વાંસદાના 3 અને કુલ 84 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.


ધરમપુરમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર

વલસડાના ધરમપુર તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે માન નદીમાં ઘોડાપૂરને લીધે સીદમ્બર ગામના બે ભાગ કરતી માન નદીના લો લેવલના ભટાડી ફળિયાના બ્રિજ પરથી પાણી ફરી વળતા 5થી 7 જેટલા ગામને અસર થઈ છે. લોકોને 10થી 15 કિલોમીટર ફરીને આવવા માટે મજબૂર બનવું પડ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આજ પરિસ્થિતિ છે, અહીં ઊંચો બ્રિજ બને તો આ પરિસ્થિતિનું નિરાકરણ આવે એમ છે. જોકે બ્રિજ સરકારે આ વર્ષે મંજૂર કર્યો છે. આવતા વર્ષે આ બ્રિજની કામગીરી શરૂ થશે. જેના કારણે આ સમસ્યા પણ દૂર થશે. પરંતુ હાલ તો આ વર્ષે અહીંના લોકો આ જ પરિસ્થિતિમાં જીવવા મજબૂર બનવું પડશે.

વલસાડમાં જિલ્લામાં 4 ઈંચ જેટલો વરસાદ

તમને જણાવી દઈએ કે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી 4 ઈંચ વરસાદ વરસ્યો છે અને તેના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ધમરપુર શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા તો ચિઝોજર અને કેળવણીને જોડતો લાવરી નદીનો બ્રિજ ડૂબતા સ્થાનિકોને હાલાકી પડી રહી હતી. જોકે સરકાર દ્વારા બ્રિજ મંજુર કરવામાં આવ્યો છે પરંતુ ક્યારે કામગીરી શરૂ થશે તે તો આવનારો સમય જ બતાવશે.

  • Follow us on: