વાવ થરાદ જિલ્લાના ભાભરમાં બુરેઠા ગામની સીમમાં ધોકાથી હુમલો કરી જમાઈએ સાસુની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જમાઈ સહિત ત્રણ વ્યક્તિઓએ હત્યાને અંજામ આપ્યો છે. સામાજિક કારણોસર સાસુની હત્યા કરી જમાઈ સહિતના આરોપીઓ ફરાર થઈ ગયા છે. પુત્રવધુ વચ્ચે પડતાં તેને ઈજા પહોચી હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


બુરેઠા ગામની સીમમાં ધોકાથી હુમલો કરીને હત્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના વડપગ ગામના રહેવાસી બળવંતજી ઠાકોર છેલ્લા પાંચ વર્ષથી ભાભરના બુરેઠા ગામમાં એક ખેતરમાં ભાગીયા તરીકે ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. તેઓ રાત્રે સુતા હતાં ત્યારે ત્રણ લોકો આવ્યા હતાં અને સામાજિક બાબતે માથાકૂટ કરતા હતાં. આ દરમિયાન આરોપી જમાઈ મુકેશ ઠાકોર સહિત ત્રણ વ્યક્તિઓએ ઉશ્કેરાઈને ટોમી અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન જીજીબેન ઠાકોરને બચાવવા દીકરાની વહુ વર્ષાબેન વચ્ચે પડતાં તેમની પર પણ હુમલો કરાયો હતો. તેને ઈજા તથાં ભાભર પ્રાથમિક સારવાર બાદ પાટણ રીફર કરવામાં આવ્યા હતાં.

પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આ હુમલામાં જીજીબેન રામચંદજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતક જીજીબેન ઠાકોરની દીકરીને બે વર્ષ પહેલા દિયોદરના સામલા ગામે પરણાવી હતી. તેનો પતિ મુકેશ ઠાકોર સાથે સામાજિક માથાકૂટ ચાલતી હોવાથી દીકરી પોતાના પીયરમા રહેતી હતી. મુકેશ ઠાકોર વારંવાર લેવા આવતો હોવાથી તેને મોકલવામાં આવતી નહોતી. જેની અદાવત રાખીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Vav Tharad News: રાજસ્થાનના ઉદયપુર નજીક એક સાથે પાંચ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, વાવ થરાદના 3 યુવકોના મોત


  • Follow us on: