દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક આવેલી ત્રિવેણી નદીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં એક યુવતીએ નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પ્રકાશમાં આવ્યા છે. જેણે ભારે ચકચાર જગાવી છે. યુવતીનું નામ શીતલબેન નોવધણભાઈ બેરા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સવારે 9 વાગ્યાની આસપાસ આ 22 વર્ષની યુવતી ત્રિવેણી નદીના પુલ પરથી પાણીમાં કૂદી પડી હતી.













