ખંભાળિયા નગરપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. નગરપાલિકાનું 1.47 કરોડોનું વીજ બિલ બાકી છે. વોટર વર્કસ વિભાગનું 1.36 કરોડનું બીલ બાકી છે. સ્ટ્રીટ લાઈટનું 10.85 લાખનું વીજ બિલ બાકી છે. PGVCL ગમે ત્યારે વીજ જોડાણ કાપે તેવી સ્થિતિ છે. ઘણા લાંબા સમયથી વીજ બિલ બાકી રહેતા 1.47 કરોડ સુધી પહોંચી ગયું છે. આ જોતા લાગી રહ્યું છે કે નગરપાલિકા મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે.
ખંભાળિયા નગરપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ
જામખંભાળિયા નગર પાલિકાનો વીજ પુરવઠો ગમે ત્યારે ગુલ થાઇ તેવી પરિસ્થતિ આવીને ઉભી છે. દ્વારકા જિલ્લાની સૌથી મોટી જામ ખંભાળીયા નગર પાલિકાનું દોઢ કરોડ જેટલું વિજ બિલ બાકી બોલે છે. PGVCL વિભાગ દ્વારા નગર પાલિકાનું વિજ જોડાણ ગમે ત્યારે કટ કરી શકે છે. વોટર વર્કસ વિભાગનું 1,36,42,274, તો સ્ટ્રીટ લાઇટ નું 10,85,844 નું અધતન વિજ બિલ ચડત થયું છે.
નગરપાલિકાનું 1.47 કરોડોનું વીજ બિલ
બંને વિભાગનું મળી કુલ 1,47,28,568, રકમ નું વિજ બિલ બાકી બોલી રહ્યું છે. નગર પાલિકાની લાપરવાહી ના કારણે શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવી શકે છે. નાણાકીય રીતે સધ્ધર મનાતી પાલિકા હાલ આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.