જામ ખંભાળીયાના સામોરમાં ગામ લોકોએ વીજ કર્મીઓનો ઘેરાવ કર્યાની ઘટના સામે આવી છે. સતત વીજ ફોલ્ટ વચ્ચે ચેકિંગ કરતા ગ્રામજનોમાં રોષે ભરાયા હતા. વીજ ચેકીંગને પગલે લોકોના ટોળાં એકઠા થયા હતા અને PGVCLની વીજ ચેકીંગ ટીમને ગ્રામજનોએ ઘેરી લીધા હતા. વીજ ચેકીંગ કામગીરીથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વીજ ચેકીંગ કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. આથી વીજ ચેકીંગ કર્યા વિના ટીમ પરત ફરી હતી.


સતત વીજ ફોલ્ટ વચ્ચે ચેકિંગ કરતા ગ્રામજનોમાં રોષ

જામ ખંભાળીયાના સામોર ગામે વીજ ચેકીંગને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. PGVCL ની વીજ ચેકીંગ ટીમને ગ્રામજનોએ ઘેર્યા હતા. સતત વિજ ફોલ્ટ વચ્ચે વીજ ચેકિંગ કામગીરીથી લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. આજરોજ PGVCL દ્વારા વીજ ચેકીંગની કામગીરી હાથ ધરતા ગ્રામ્યજનોએ વિરોધ કર્યો હતો. ગ્રામજનોના આક્રોશ વચ્ચે પોલીસ પ્રોટેક્શન સાથે ગયેલી વીજ ચેકીંગ ટીમને વીજ ચેકીંગ કર્યા વિના જ પરત ફરવા મજબૂર બન્યા છે.

PGVCLની વીજ ચેકીંગ ટીમને ગ્રામજનોએ ઘેર્યા

ગામમાં સતત વીજ ફોલ્ટની સમસ્યાને લઇ PGVCLની વીજ ચેકીંગ ટીમ ચેકિંગ માટે પહોંચતા, ગામજનોએ સતત વીજ ફોલ્ટના કારણે PGVCL ટીમ સામે અક્રોશ ઠાલવ્યો હતો. વિરોધને કારણે પોલીસ પ્રોટેક્શન સાથે આવેલા કર્મચારીને વીજ ચેકીંગ કર્યા વિના જ પરત ફરું પડી હતું. ચેકીંગ કામગીરીથી સામે લોકોના વિરોધથી વીજ વિભાગની ટીમને કામ અધૂરું રાખવું પડ્યું હતું.

  • Follow us on: