દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મગફળીના જથ્થાથી ભરેલી એક ટ્રક આગની લપેટમાં આવી જતાં ટ્રક અને અંદરનો માલસામાન બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટના ભાણવડના ફતેપુર પાટિયા પાસે બની હતી. મુરલીધર મંડળીની આ ટ્રક ભાણવડ માર્કેટિંગ યાર્ડમાંથી ટેકાના ભાવની મગફળી ભરીને વેરાડ વેરહાઉસ તરફ જઈ રહી હતી. 1 તે સમયે જ્યારે ટ્રક ફતેપુર પાટિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ટ્રકનો સંપર્ક જીવંત વીજ વાયર સાથે થયો હતો.
ફતેપુર પાટિયા પાસે એકાએક ટ્રકમાં લાગી આગ
2.વીજ વાયર અડી જવાથી ટ્રકમાં જોરદાર શોર્ટ સર્કિટ થયો હતો. જેના પરિણામે ટ્રકમાં એકાએક ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં ટ્રક આગની લપેટમાં આવી ગયો હતો. 2.ટ્રકમાં ભરેલો મગફળીનો જથ્થો સંપૂર્ણપણે આગમાં સળગીને રાખ થઈ ગયો હતો.













