દ્વારકામાં આજે શિક્ષક દિનના ખાસ દિવસ પર મહત્વના સમાચાર આવ્યા છે. દ્વારકામાં આવેલ રાષ્ટ્રીય વેદ વિદ્યાલયને ભંડોળની મોટી જાહેરાત કરવામાં આવી. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે આ વિદ્યાલય માટે ₹99.29 કરોડની ગ્રાન્ટ પર મહોર મારી છે. આજે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ ખાસ દિવસે વેદ વિદ્યાલયને ભંડોળની જાહેરાત થતા દ્વારકાનગરીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
દ્વારકા રાષ્ટ્રીય વેદ વિદ્યાલય













