આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ટીંબડી ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે. રાજ્યમાં સિંહોની સંખ્યામાં સતત વૃદ્ધિ થઈ રહી છે. રાજ્યના 11 જિલ્લાઓમાં સિંહોની સંખ્યા 891 થઈ છે. રાજ્યમાં સિંહોએ પોતાનું સુરક્ષિત આશ્રયસ્થાન બનાવ્યું છે.


વન્યરક્ષણ માટે તમામ સુવીધાઓ આપી

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સિંહ અને પ્રકૃતીપ્રેમીઓને વિશ્વ સિંહ દિવસની શુભકામનાઓ પાઠવું છું.આ વિસ્તાર ખૂબ સારી રીતે ડેવલોપ થવાનો છે.આપણી સંસ્કૃતીમાં સિંહનું આગવુ સ્થાન છે. ગીરના સિંહોનું સંખ્યાબળ વધ્યુ છે. PM મોદીએ વન્યજીવોને પ્રાધાન્ય આપ્યુ છે. સિંહોની સંખ્યા 664માંથી 891 થઇ છે. સિંહ છે તો અમે છીએ, અમે છીએ તો સિંહ છે.વન્યરક્ષણ માટે તમામ સુવીધાઓ આપી છે.

ગુજરાતના 11 જિલ્લાઓમાં સિંહોની સંખ્યા 891 થઈ

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, PM ના વિઝનના કારણે ગીરમાં સિંહ સંવર્ધનની ગાથા અમર બની છે.PM મોદીએ પ્રોજેક્ટ લાયન શરુ કરાવ્યો છે.પ્રોજેક્ટ લાયન 2047માં મહત્વની ભૂમીકા ભજવશે.સિંહ પ્રેમીઓ માટે ગુજરાત પસંદગીનું સ્થળ બન્યું છે. લોકલ ફોર વોકલ માટે આહવાન કરીએ છીએ. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં સિંહ સંરક્ષણ માટેના સરકારના પ્રયાસો અને સ્થાનિકોની જાગૃતિ થકી સિંહોની સંખ્યામાં સતત વૃદ્ધિ થતા ગુજરાતના 11 જિલ્લાઓમાં સિંહોની સંખ્યા 891 થઈ છે જે આપણા માટે ગૌરવની વાત છે.


  • Follow us on: