ગુજરાતના દરિયાકાંઠા પર ચક્રવાતને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ' જાહેર કરાયું. દ્વારકાના દરિયા કિનારા ઉપરાંત દિવ, દમણ સહિતના દરિયા કાંઠે તોફાની પવન, મોટા મોજાની શક્યતાને લઈ એલર્ટ જાહેર કરાયું છે. કોઈપણ સંજોગોમાં લોકોને દરિયામાં ના જવા ચેતવણી આપવામાં આવી છે. કોસ્ટગાર્ડ દ્વારા ચક્રાવાતના જોખમને લઈને જહાજો, માછીમારોને તાત્કાલિક પરત ફરવા આદેશ આપવામાં આવ્યો. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાકાંઠે જોવા મળેલ ચક્રાવાતને લઈને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.


દરિયાકાંઠાના વિસ્તારો ચક્રાવાતને લઈને હાઈએલર્ટ

દરિયામાં પોતાની આજીવિકા રળવા ગયેલ માછીમારોને તાત્કાલિક પરત ફરવા આદેશ આપવામાં આવ્યા. તમામને તાત્કાલિક સલામત સ્થળે પહોંચી જવા સૂચના આપવામાં આવી. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા તમામ બોટોને તાત્કાલિક ધોરણે સલામત વિસ્તારમાં પહોંચી જવા આદેશ આપવામાં આવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારમાં હવામાનમાં જબરજસ્ત પલટો આવ્યો છે. તોફાની પવન તથા મોટા મોજાની શકયતાને પગલે ગુજરાતના દરિયાકાંઠે હાઈએલર્ટ કરાયું છે. ભારતીય હવામાન વિભાગની ચેતવણી બાદ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોને રેડ એલર્ટ અપાયું. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનના કારણે રાજ્યમાં અત્યારે અનેક સ્થાનો પર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે અને તે આગાહી સાચી પડતા ગઈકાલ રાતથી રાજ્યમાં અનેક સ્થાનો પર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, બનાસકાંઠામાં ઝરમર વરસાદ તો અરવલ્લીના મોડાસામાં સામાન્ય વરસાદે પણ લોકોની ચિંતા વધારી. રાજ્યમાં કમોસમી વરસાદ થતા પાક તૈયાર થવાના સમયે વરસાદથી ખેડૂતોને સોયાબીન, મગફળી, કપાસના પાકમાં નુકસાનની થવાની આશંકા. ભાવનગરના જેસરમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર રચાયેલ આ ડિપ્રેશન ૧૨ કિમી/કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. દરિયાઇ કાંઠાના વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. 

  • Follow us on: