દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી છે. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને યાત્રાધામ દ્વારકામાં વરસાદનું જોર એટલું હતું કે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદ શરૂ થતાની સાથે જ ઈસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા થયા હતા.
જગત મંદિરના પગથિયા પરથી પાણી વહેતા થયા













