અમદાવાદની કૃષ્ણનગરમાં આવેલી નોબલ સ્કૂલને DEO એ નોટિસ ફટકારી છે. શાળાના વહિવટમાં અનિયમીતતા જણાતા નોટિસ ફટકારાઇ છે અને શાળા સંચાલકોને બે દિવસમાં જવાબ આપવા જણાવાયું છે.
નોબલ સ્કૂલને અનિયમિતતા જણાતા DEO એ નોટિસ ફટકારી
અમદાવાદની કૃષ્ણનગરમાં આવેલી નોબલ સ્કૂલને અનિયમિતતા જણાતા DEO એ નોટિસ ફટકારી છે અને 8 ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા નોટિસ આપી છે.
શાળા પાસે બીયુ પરમિશન પણ ના હોવાનું સામે આવ્યું
કૃષ્ણનગરમાં આવેલી નોબલ હાયર સેકન્ડરી સ્કૂલમાં ફીમાં વિસંગતતા જણાઇ આવતા ખુલાસો મંગાયો છે. આ ઉપરાંત તપાસમાં શાળા પાસે બીયુ પરમિશન પણ ના હોવાનું સામે આવ્યું છે.
શાળા ખુલાસો નહિ કરે તો માન્યતા રદ કરવા સૂચના
તપાસમાં જણાયું છે કે શાળા દ્વારા ધો.11,12ના વિજ્ઞાન પ્રવાહમાં વધુ ફી વસૂલાતી હતી. ડીઇઓએ શાળા સંચાલકોને ચીમકી આપી છે કે આ નોટિસ મામલે શાળા ખુલાસો નહિ કરે તો માન્યતા રદ કરવા સૂચના પણ અપાઇ છે.
ધોરણ 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહમાં નિયમ કરતા વધુ ફી
જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શાળાની મુલાકાત દરમિયાન અનિયમિતતા જણાતા નોટિસ ફટકારાઇ છે. આ ગ્રાન્ટેડ શાળામાં લેવામાં આવતી ફી મા વિસંગતતા જણાઈ આવી છે. ધોરણ 9 અને 11 પાસે પરીક્ષા ફી પ્રોજેક્ટ ફી લેવા અંગે શાળા પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે તો ધોરણ 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહમાં નિયમ કરતા વધુ ફી લેવાની પણ ઘટના પણ સામે આવી છે. જોકે શાળા સંચાલકોએ આ મામલે કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.