Karnavati University
: અમદાવાદ સ્થિત કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આજે ભવ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંદાજે 1,400 સ્નાતક વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગનો મુખ્ય આકર્ષણ ભારતીય વાયુ સેનાના વડા એર ચીફ માર્શલ એ. પી. સિંહ રહ્યા હતા, જેમણે સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને તેમને યુનિવર્સિટી દ્વારા લિટરેચરની માનદ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.હવે ફરી આપણે લીડ કરવાનું છે - ભારતીય વાયુ સેનાના વડા
ભારતીય વાયુ સેનાના વડા એર ચિફ માર્શલ એ પી સિંહે જણાવ્યું હતું કે, હું પોતે ધોરણ 12 પાસ થયો છું. ધોરણ 12મા હતો, ત્યારબાદ એનડીએમાં શામેલ થયો હતો. ટીચર કહેતા શું કરવું, કુટુંબના લોકો કહેતા શું કરવું. આ વચ્ચે હું એનડીએ પાસ કરી એરફોર્સ એકેડેમીમાં જોડાયો હતો. તે સમયે એરફોર્સ ઈન્સ્ટ્રક્ટર હતી, જે શિખવતા અને તમે ઓફિસર બનતા હતા. ઘણા સમયથી પાછળ રહ્યા હતા. હવે ફરી આપણે લીડ કરવાનું છે.













