રાજ્યમાં ડિપ્રેશનના કારણે ભારેથી મધ્યમ કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તેની વધુ અસર છે કમોસમી વરસાદના પગલે ખેડૂતોના પાક ધોવાઇ ગયા છે.


ગીર સોમનાથ જિલ્લામાં ભારે કમોસમી વરસાદ

વીતેલા 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લામાં ભારે કમોસમી વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાક માં જિલ્લામાં 3 થી 7 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ સુત્રાપાડા તાલુકામાં 7 ઇંચ અને ઉના માં 5 ઇંચ તથા વેરાવળ, ગીર ગઢડા અને કોડીનાર માં 5 ઇંચ વરસાદ પડ્યો છે.

કમોસમી વરસાદના કહેર થી ખેડૂતો ને ભારે નુકસાન

જિલ્લામાં હજું પણ અવિરત મેઘ સવારી જારી છે. શિયાળુ ઋતુ માં ચોમાસું સીઝન જામી છે જેથી લોકોને બેવડી મોસમનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ કમોસમી વરસાદના કહેર થી ખેડૂતો ને ભારે નુકસાન થયું છે.

 મગફળી સોયાબીન સહિત નો પાક નષ્ટ

ગીર સોમનાથ જિલ્લામાં તો ખેતરો બેટ માં ફેરવાયા છે અને વરસાદના કારણે મગફળી સોયાબીન સહિત નો પાક નષ્ટ થઇ ગયો છે. પરિણામે ખેડૂતો ને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે.

હિરણ નદી કાંઠે આવેલા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અપીલ

આજે રાજ્ય કેબિનેટમંત્રી ડો. પ્રદ્યુમ્ન વાજા અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા વરસાદ ગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાત લેશે. ભારે વરસાદના કારણે હિરણ–2 ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને તંત્ર દ્વારા ડેમના બે દરવાજા 0.5 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. પાણી છોડાતા પ્રશાસન દ્વારા આસપાસના ગામોને એલર્ટ જાહેર કરાયા છે. ખાસ કરીને તાલાલાના ઉમરેઠી, માલજીજવા, સેમરવાવ અને વેરાવળના ભેરાળા, મંડોર, ઈશ્વરીયા, નાવદરા, સોનારીયા, બાદલપરા, મીઠાપુર અને પ્રભાસ પાટણ ગામોને સતર્કતા સૂચના આપવામાં આવી છે. હિરણ નદી કાંઠે આવેલા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે. 

  • Follow us on: