ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 ઓકટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 ઓકટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
Oct 28, 2025 10:36 pm
હિંમતનગરમાં મહિલાને મરાયો ઢોર માર
હિંમતનગરમાં મહિલાને મરાયો ઢોર માર, મહેતાપુરા વિસ્તારનો વીડિયો થયો વાયરલ, બે લોકો મહિલાને મારી રહ્યા છે ઢોર માર, જાહેરમાં કાયદો-વ્યવસ્થાના ઉડ્યા ધજાગરા, મહિલા પર અત્યાચાર કરનાર સામે કાર્યવાહી ક્યારે?.
Oct 28, 2025 10:26 pm
કારમાં ફટાકડા ફોડતા 2ની અટકાયત
રાજકોટમાં કારમાં ફટાકડા ફોડતા 2ની અટકાયત, યુવાનોનો ફટાકડા ફોડતો વીડિયો થયો હતો વાયરલ, ચાલુ કારમાં ફટાકડા સળગાવી રસ્તા પર ફેંકતા હતા, વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કરી કાર્યવાહી, પોલીસે કાયદાનું ભાન કરાવતા યુવાનોએ માગી માફી.
Oct 28, 2025 10:02 pm
જસદણ-આટકોટ રોડ પર અકસ્માત
રાજકોટમાં જસદણ-આટકોટ રોડ પર અકસ્માત, મામાદેવ મંદિર નજીક સામ-સામે બાઈક અથડાઈ, અકસ્માતમાં 2 મહિલા સહિત યુવક ઇજાગ્રસ્ત, એક બાઈકચાલક નશાની હાલતમાં હોવાની ચર્ચા, તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, જસદણ પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી.
Oct 28, 2025 08:47 pm
થાનગઢમાં 8 રાઉન્ડ ફાયરિંગ
સુરેન્દ્રનગરના થાનગઢમાં 8 રાઉન્ડ ફાયરિંગ, જૂથ અથડાણમાં ફાયરિંગ થતા 4 લોકો ઈજાગ્રસ્ત, પાઈપ વડે હુમલો કર્યા બાદ 8 રાઉન્ડ ફાયરિંગ, ચિત્રાલાખા અને અમરાપરના જુથ વચ્ચે અથડામણ, સામાન્ય મુદ્દે ઝઘડો થયા બાદ જૂથ અથડામણ, ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડાયા, DySP સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.
Oct 28, 2025 08:30 pm
સિહોરમાં મકાન ધરાશાયી
ભાવનગરના સિહોરમાં મકાન ધરાશાયી, ઘાંઘળીમાં મકાન ધરાશાયી થતા મહિલાનું મોત, મહિલાનું મકાનના કાટમાળમાં દટાઇ જવાથી મોત.
Oct 28, 2025 08:14 pm
રાપરમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
કચ્છના રાપરમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમ સંબંધમાં ત્રંબામાં યુવકની થઈ હતી હત્યા, ધનસુખ ડોડીયા નામના યુવકની થઇ હતી હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ, આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું.
Oct 28, 2025 08:14 pm
જંબુસરમાં યુવતી કુવામાં પડી
ભરુચના જંબુસરમાં અસ્થિર મગજની યુવતી કુવામાં પડી, ફાયરની ટીમે મૃત હાલતમાં યુવતીને બહાર કાઢી, ગીતા પરમાર નામની અસ્થિર મગજની યુવતીનું મોત, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી.
Oct 28, 2025 07:51 pm
મહેસાણા બાદ આખજ ગામમાંથી પશુઓની ચોરી
આખજ ગામમાં પશુવાડામાંથી 4 વાછરડાંઓની ચોરી, કારમાં આવેલા તસ્કરો વાછરડાં ચોરી ગયા, પશુ વાડામાંથી 4 ગાયના વાછરડાંઓની ચોરી, બાબુ રબારી નામ ના પશુપાલક એ નોંધાવી ફરિયાદ, પશુ ચોરી કરતા સીસીટીવી સામે આવ્યા.
Oct 28, 2025 07:37 pm
ગીર સોમનાથમાં ખેડૂતોને નુકસાન
ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, વિમલ ચુડાસમાએ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કૃષિમંત્રીને કરી રજૂઆત, ખેડૂતોને નુકસાની સહાય, ધિરાણ માફી અંગે કરી રજૂઆત, વરસાદી પાણીના નિકાલ માટે પણ કરી રજૂઆત.
Oct 28, 2025 07:37 pm
નરોડામાં તસ્કરો ત્રાટક્યા
અમદાવાદના નરોડામાં તસ્કરો ત્રાટક્યા, આકાશગંગા બંગ્લોઝમાં મકાનનું તાળું તોડ્યું, કિંમતી સામાન ન મળતા પાનની પિચકારી મારી, તસ્કરોનો ચોરીનો પ્રયાસ CCTVમાં કેદ.
Oct 28, 2025 07:30 pm
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અનામત બેઠકોની ફાળવણી, 6 મનપા, 1 નપામા અનામત બેઠકોની ફાળવણી, અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરામાં બેઠક ફાળવણી, રાજકોટ, જામનગર મનપાની અનામત બેઠકોની ફાળવણી, થરાદ નગરપાલિકાની અનામત બેઠકની ફાળવણી.
Oct 28, 2025 07:08 pm
ગુજરાત ભાજપ અધ્યક્ષ ફરી જિલ્લાઓમાં જશે
ગુજરાત ભાજપ અધ્યક્ષ ફરી જિલ્લાઓમાં જશે, 2 નવેમ્બરથી જગદીશ વિશ્વકર્મા જશે પ્રવાસે, વિશ્વકર્મા આણંદથી પ્રવાસની કરશે શરૂઆત, આણંદ, ખેડા, નડિયાદ, કચ્છમાં કરશે પ્રવાસ, કાર્યકર્તાઓ સાથે મુલાકાત અને બેઠકો પણ કરશે.
Oct 28, 2025 06:55 pm
CID ક્રાઇમની મહિલા કર્મચારીએ કરી છેતરપિંડી
CID ક્રાઇમની મહિલા કર્મચારીએ કરી છેતરપિંડી, પેન્શન કચેરીમાં ખોટા પ્રમાણપત્રો રજૂ કરી ઠગાઇ, પતિના મોત બાદ બીજા લગ્ન કર્યું હોવાનું છુપાવ્યું, ખોટા પ્રમાણપત્રો આધારે 14.89 લાખનું પેન્શન લીધું, અમદાવાદ અધિક તિજોરી અધિકારીએ નોંધાવી ફરિયાદ, જુનિયર ક્લાર્ક મહિલા કર્મચારી સામે પોલીસ તપાસ.
Oct 28, 2025 06:47 pm
રાજ્યના રેશનકાર્ડના ગ્રાહકો માટે માઠા સમાચાર
રાજ્યના રેશનકાર્ડના ગ્રાહકો માટે માઠા સમાચાર, 1 નવેમ્બરથી સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર, રાજકોટના 700 રેશનિંગ દુકાનદારો હડતાલ પર, રાજ્યના 17 હજાર દુકાનદારો હડતાલ પર ઉતરશે, બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્ર રદ કરવા સહિતના મુદ્દા, સમયસર કમિશનની ચુકવણીની પણ દુકાનદારોની માગ.
Oct 28, 2025 06:36 pm
AMCની રોટેશન અને અનામત બેઠકની યાદી જાહેર
રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યું રોટેશન, AMCની રોટેશન અને અનામત બેઠકની યાદી જાહેર, અમદાવાદમાં કુલ 48 વોર્ડની 192 બેઠકો, 192 પૈકી 133 સીટ અનામત, 59 બેઠક સામાન્ય, OBC માટે અનામત બેઠકની સંખ્યા 52, SC માટે અનામત બેઠકની સંખ્યા 20, અનુસૂચિત આદિજાતિ માટે અનામત 2બેઠક, 96 બેઠક સ્ત્રીઓ માટે અનામત.
Oct 28, 2025 06:28 pm
વલ્લભીપુર કેનાલમાંથી મળી યુવાનની લાશ
લીંબડીની વલ્લભીપુર કેનાલમાંથી મળી યુવાનની લાશ, બરવાળાના ચોકડી ગામમાંથી મળી આવ્યો મૃતદેહ, મૃતક ધંધુકાના પરબડી ગામે કરતો હતો ખેત મજૂરી, સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢ્યો, પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી.
Oct 28, 2025 06:28 pm
બહુચરાજીમાં વીજકરંટથી બાળકનું મોત
મહેસાણાના બહુચરાજીમાં વીજકરંટથી બાળકનું મોત, એક જ પરિવારના પાંચ લોકોને લાગ્યો વીજકરંટ, વીજકરંટથી 10 વર્ષના બાળકનું મોત, બાથરૂમનો દરવાજો ખોલવા જતા લાગ્યો વીજકરંટ, બાળકને બચાવવા જતા અન્યને પણ લાગ્યો વીજકરંટ, વીજકંપનીની બેદરકારીથી બાળકના મોતનો આરોપ, બાથરૂમ પરથી પસાર થતી વીજલાઇનમાં ખામીનો આરોપ.
Oct 28, 2025 06:00 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
2.Amreliના રાજુલામાં માવઠા બાદ તારાજીના દ્રશ્યો, જુઓ VIDEO
3.Anand : કમોસમી વરસાદના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન, ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું
4.Porbandar News: સતત ખરાબ હવામાનથી માછીમારોને ભારે નુકસાન, રાહત પેકેજ જાહેર કરવા ખારવા સમાજની માગ
5.Gandhinagar: ઈરાનમાં બંધક બનાવાયેલા માણસા તાલુકાના 4 ગુજરાતીઓ સુરક્ષિત ભારત પરત ફર્યા
6.BCCIએ સુધારી પોતાની મોટી ભૂલ, ફેન્સની માગ પર લીધો મોટો નિર્ણય
7.Vadodaraમાં ડ્રેનેજની કામગીરી પર ઉઠ્યા સવાલ, અકોટા-મુજમહુડા રોડ પર વધુ એક ભુવો પડ્યો
9.Gandhinagar News: વરસાદના સંભવિત જોખમને લઈ આગોતરી તૈયારીઓ સાથે અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ
10.Delhi Airport: દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાની બસમાં લાગી આગ, સ્ટાફ સિક્યોરિટીમાં મચ્યો હડકંપ
Oct 28, 2025 05:53 pm
સાબરકાંઠામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ
સાબરકાંઠામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ, ગાંભોઇમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ, પોલીસે ગેંગરેપના 3 આરોપીઓને ઝડપ્યા, આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું, પોલીસે પોક્સોનો ગુનો દાખલ કરી તપાસ કરી.
Oct 28, 2025 05:52 pm
રાજુલામાં નદીમાં 4 યુવાનો ડૂબ્યા
અમરેલીના રાજુલામાં નદીમાં 4 યુવાનો ડૂબ્યા, ધારેશ્વરની ધાતરવાડી નદીમાં 4 યુવાન ડૂબ્યા, નદીમાં નહાવા પડેલા યુવાનો ડૂબ્યા,યુવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી, બચાવ કામગીરી માટે કોસ્ટગાર્ડને જાણ કરાઇ.
Oct 28, 2025 05:29 pm
ઝીંઝુવાડાના રણમાં ફસાયેલાનું રેસ્ક્યુ
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડાના રણમાં ફસાયેલાનું રેસ્ક્યુ, 100થી વધુ યાત્રાળુઓનું રેસ્કયુ કરાયું, વાછડાદાદાના દર્શન કરવા ગયા હતા યાત્રાળુ, આઠ કાર અને એક બસ કાદવમાં ફસાઈ હતી, ફસાયેલા યાત્રાળુઓને ટ્રેક્ટર દ્વારા બહાર કઢાયા, બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના લોકોનું રેસ્ક્યુ.
Oct 28, 2025 05:03 pm
ભાજપના MLA કેતન ઇનામદારે CMને લખ્યો પત્ર
વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાન, ભાજપના MLA કેતન ઇનામદારે CMને લખ્યો પત્ર, સાવલીમા ભારે નુકસાન થયું હોવાનો પત્રમાં ઉલ્લેખ, ડાંગરના પાકમાં 100% નુકસાન થયું હોવાનો ઉલ્લેખ, મગફળી, સોયાબીન, કપાસ, તુવેર, તમાકુમાં નુકસાન, સર્વે કરી ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા માગ.
Oct 28, 2025 04:59 pm
છોટાઉદેપુરમાં 3 દિવસથી કમોસમી વરસાદ
છોટાઉદેપુરમાં 3 દિવસથી કમોસમી વરસાદ, વરસાદને પગલે ખેડૂતો બન્યા ચિંતિત, કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન, ડાંગર, તુવેર, મકાઇ, કપાસના પાકને નુકસાન.
Oct 28, 2025 04:47 pm
સાણંદના MLA કનુ પટેલે CMને પત્ર લખી પાક નુકસાની સામે સહાયની માંગ કરી
સાણંદના ધારાસભ્ય (MLA) કનુભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલી પાક નુકસાની સામે તાત્કાલિક સહાય ચૂકવવાની માંગણી કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે સાણંદ અને બાવળા વિસ્તારમાં પાકને મોટું નુકસાન થયું છે, જે ખેડૂતોની આવકનો મુખ્ય સ્ત્રોત છે. આથી, તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને વળતર ચૂકવવા રજૂઆત કરી છે.
Oct 28, 2025 04:47 pm
મંત્રી કૌશિક વેકરિયા ખાંભા APMC ખાતે: કમોસમી વરસાદના નુકસાન અંગે ખેડૂતોની રજૂઆતો સાંભળી
કેબિનેટ મંત્રી કૌશિક વેકરિયા અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિ જાણવા માટે ખાંભા APMC ખાતે પહોંચ્યા હતા. તેમણે અહીં ખેડૂતો અને સહકારી અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ખેડૂતો અને સરપંચોએ લેખિતમાં રજૂઆતો કરી હતી. મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં થયેલી નુકસાની અંગેની તમામ રજૂઆતો ધ્યાનથી સાંભળી હતી.
Oct 28, 2025 04:46 pm
અંબાજી મંદિરના ભંડારામાંથી ભક્ત દ્વારા દાન કરાયેલું 300 ગ્રામ સોનું મળ્યું
યાત્રાધામ અંબાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા આજે જ્યારે ભંડાર ખોલવામાં આવ્યો, ત્યારે તેમાંથી 300 ગ્રામ સોનું મળી આવ્યું છે. માતાજીના કોઈ અજ્ઞાત ભક્ત દ્વારા આ સોનું ચૂંદડીમાં મૂકીને ભંડારમાં દાન કરવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટને ચૂંદડીમાં બાંધેલા 50 ગ્રામના કુલ 6 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા, જે ટ્રસ્ટે પોતાની ઓફિસમાં જમા કર્યા છે. આ દાન દિવાળી પર્વ દરમિયાન મળ્યું હતું.
Oct 28, 2025 04:46 pm
કમલમ ખાતે ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો, બચુ ખાબડ પ્રથમ વખત હાજર
ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ મહામંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત તમામ ધારાસભ્યો, સાંસદો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં મનરેગા કૌભાંડમાં પુત્રોની ધરપકડ બાદ પૂર્વ મંત્રી બચુ ખાબડ પ્રથમ વખત જાહેરમાં હાજર રહ્યા હતા.
Oct 28, 2025 04:46 pm
વડોદરામાં અકોટા-મુજમહુડા રોડ પર વધુ એક ભુવો પડ્યો
વડોદરા શહેરના અકોટા - મુજમહુડા રોડ પર વધુ એક ભુવો પડવાની ઘટના સામે આવી છે. આ રોડ પર વરસાદી કાંસનું કામ થયા બાદ પણ વારંવાર ભુવા પડી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ ભુવાને હાર પહેરાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભુવા પડવાના કારણે રસ્તા પર બેરીકેડ લગાવવા પડ્યા છે, જેનાથી વેપારીઓ અવરજવર અને ધંધામાં મુશ્કેલી પડવાના કારણે ત્રસ્ત થયા છે.
Oct 28, 2025 04:46 pm
નવસારીમાં કમોસમી વરસાદના નુકસાનની કેબિનેટ મંત્રી નરેશ પટેલે સમીક્ષા કરી
કેબિનેટ મંત્રી નરેશ પટેલે નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. મંત્રી નરેશ પટેલે જાતે જ ખેડૂતના ખેતરમાં ઉતરીને નુકસાનીનો તાગ મેળવ્યો હતો. ખેતરોનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. મંત્રીએ અસરગ્રસ્ત ખેડૂતોને ખાતરી આપી હતી કે, સરકાર દ્વારા વહેલી તકે તેમના માટે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
Oct 28, 2025 04:42 pm
સુરતના ચોર્યાસીના MLA સંદીપ દેસાઈએ CMને પત્ર લખી ખેડૂતો માટે રાહતની માંગ કરી
સુરત જિલ્લાના ચોર્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખીને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે તાત્કાલિક રાહત આપવા માંગ કરી છે. ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે વરસાદના કારણે ડાંગર અને શેરડીના પાકને મોટું નુકસાન થયું છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિક સર્વે કરાવીને અસરગ્રસ્ત ખેડૂતોને નુકસાન વળતર ચૂકવવામાં આવે.
Oct 28, 2025 04:41 pm
દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા ક્લાઉડ સીડિંગ કરાયું, 4 કલાકમાં વરસાદનો દાવો
દિલ્હીમાં વધતા જતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે આજે ક્લાઉડ સીડિંગ (Cloud Seeding) કરવામાં આવ્યું હતું. પ્રદૂષણ ઘટાડવા માટેના આ પ્રયોગના ભાગરૂપે, દિલ્હીના બે વિસ્તારોમાં વિમાન દ્વારા વાદળોમાં સિલ્વર આયોડાઇડ છાંટવામાં આવ્યું હતું. આ ક્લાઉડ સીડિંગ માટે કાનપુરથી એક વિશેષ વિમાન દિલ્હી લાવવામાં આવ્યું હતું. દિલ્હી સરકારનો દાવો છે કે આ પ્રયાસના કારણે આગામી 4 કલાકમાં વરસાદ થઈ શકે છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો આવતીકાલે ફરીથી ક્લાઉડ સીડિંગ કરવામાં આવશે.
Oct 28, 2025 04:41 pm
સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેતરો જળબંબાકાર, જુવાર, બાજરી, એરંડાના પાકને નુકસાન
સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ભારે નુકસાન થયું છે. લીંબડી, ચોટીલા, લખતર, ધ્રાંગધ્રા, સાયલા અને થાનગઢ સહિતના તાલુકાઓમાં ખેતરો પાણી પાણી થઈ ગયા છે. આ વરસાદથી જુવાર, બાજરી, એરંડા અને તલ સહિતના પાકોને નુકસાની પહોંચી છે. ભારે નુકસાનના પગલે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે.
Oct 28, 2025 04:35 pm
સુરત: માંગરોળના કોસંબા વિસ્તારમાં વરસાદથી જળભરાવ
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પડેલા વરસાદના કારણે કોસંબા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને કોસંબાના સ્ટેશન વિસ્તાર, ગૌરવપથ અને નવા બજારમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.
Oct 28, 2025 04:35 pm
પુત્રોની સંડોવણી બાદ બચુ ખાબડ સ્વર્ણિમ સંકુલ 2માં દેખાયા, માત્ર 7 સેકન્ડમાં સ્વાગત કરી ચાલતી પકડી
મનરેગા કૌભાંડમાં પોતાના બંને પુત્રોની જેલમાં સંડોવણી થયા બાદ લાંબા સમયથી સચિવાલય ન આવેલા પૂર્વ મંત્રી બચુ ખાબડ આજે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 2માં જોવા મળ્યા હતા. તેઓ મંત્રી પ્રવીણ માળીના સ્વાગત માટે પહોંચ્યા હતા, પરંતુ તેમણે માત્ર 7 સેકન્ડમાં જ મંત્રીનું સ્વાગત કરીને તરત જ ચાલતી પકડી હતી. પુત્રોની કેસમાં સંડોવણી બાદ તેઓ સચિવાલયના માહોલથી દૂર રહેતા હતા.
Oct 28, 2025 04:34 pm
રાજકોટના ધોરાજીમાં જોખમી સ્ટન્ટ કરનાર નબીરાઓનો વીડિયો વાયરલ
રાજકોટના ધોરાજીમાં યુવા નબીરાઓની બેફામ પ્રવૃત્તિ જોવા મળી છે. ધોરાજી-જેતપુર રોડ પર કેટલાક યુવકોએ બાઇક પર જોખમી સ્ટન્ટ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાહેર માર્ગ પર કરવામાં આવેલા આ જોખમી સ્ટન્ટ અન્ય લોકો માટે પણ ખતરો ઊભો કરી શકે છે. (નોંધ: સંદેશ ન્યૂઝ આ વાયરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
Oct 28, 2025 04:34 pm
ગીર સોમનાથમાં 4 દિવસમાં 15 ઇંચ વરસાદથી ભારે નુકસાન: મંત્રીઓ દ્વારા અસરગ્રસ્ત ગામોની મુલાકાત
ગીર સોમનાથ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીને થયેલા ભારે નુકસાનનો તાગ મેળવવા માટે મંત્રીઓ અર્જુન મોઢવાડિયા અને ડો. પ્રદ્યુમન વાજાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. માત્ર 4 દિવસમાં 15 ઇંચ જેટલો વરસાદ પડવાથી ખેતીને ભારે નુકસાન થયું છે. મંત્રીઓએ વેરાવળ, ઉના, કોડીનાર અને સૂત્રાપાડા તાલુકાના 15 જેટલા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. મંત્રી અર્જુન મોઢવાડિયાએ મગફળી અને ઘાસચારાના પાકને નુકસાન થયું હોવાનો સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે નુકસાનીનો અંદાજ મેળવવા માટે સેટેલાઇટ સર્વેની સાથે ફિઝિકલ સર્વે પણ કરવામાં આવશે.
Oct 28, 2025 03:21 pm
નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં 8મા પગાર પંચને મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 8મા પગાર પંચને (8th Pay Commission) મંજૂરી આપવામાં આવી છે. આ પગાર પંચનો રિપોર્ટ આગામી 18 મહિનામાં રજૂ કરવામાં આવશે. નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ આ પગાર પંચના અધ્યક્ષ હશે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને લાભ થશે.
Oct 28, 2025 03:21 pm
સાબરકાંઠા: પ્રાંતિજ નજીક દારૂ ભરેલી કારનો અકસ્માત, 2 આરોપી ઝડપાયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં દારૂ ભરેલી એક કાર અકસ્માતનો ભોગ બની છે. પ્રાંતિજથી વિજાપુર તરફ જતી આ કારને પોલીસે ચેકિંગ માટે રોકવાનો પ્રયાસ કરતાં કારચાલક ભાગ્યો હતો. પોલીસે પીછો કરતાં પોગલુ ઓવરબ્રિજ પર કારનો અકસ્માત થયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત કારમાંથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અને કારચાલક સહિત બે લોકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Oct 28, 2025 03:21 pm
અમદાવાદ: વિસલપુરમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન, ખેડૂતોએ MSP અને ધિરાણ માફીની માંગ કરી
અમદાવાદ જિલ્લાના વિસલપુર વિસ્તારમાં કમોસમી વરસાદ (માવઠા) પડવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ વ્યથા વ્યક્ત કરી કે, "માવઠાના કારણે અમારે દિવાળીએ હોળી થઇ છે." મુખ્યત્વે ડાંગરના પાકને નુકસાન થતાં ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને આર્થિક સહાય આપવા માંગ કરી છે. આ સાથે ખેડૂતોએ સરકાર ન્યૂનતમ ટેકાના ભાવ (MSP)માં સારા ભાવ આપે અને તેમનું પાક ધિરાણ માફ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.
Oct 28, 2025 03:21 pm
સુરતમાં ટ્રાવેલ્સ કંપનીના ડેટા ચોરીને રૂપિયા 1.20 કરોડની ખંડણી માંગનાર પૂર્વ કર્મચારી ઝડપાયો
સુરતમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના ડેટા ચોરી કરીને રૂપિયા 1.20 કરોડની ખંડણી માંગવાના કેસમાં વરાછા પોલીસે આરોપી રાહુલ રગડેની ધરપકડ કરી છે. આરોપી રાહુલ આ જ કંપનીમાં નોકરી કરતો હતો. તેણે ગ્રાહકોનો મહત્ત્વનો ડેટા ચોરી લીધો હતો, એટલું જ નહીં, પણ ઓફિસમાં નોકરી કરતી મહિલાનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આ ડેટા અને વીડિયોનો ઉપયોગ કરીને આરોપીએ કંપનીના માલિકને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Oct 28, 2025 02:52 pm
કેન્યાના ક્વાલેમાં વિમાન દુર્ઘટના, 12 લોકોના મોતની આશંકા
કેન્યાના દરિયાકાંઠાના વિસ્તાર ક્વાલેમાં એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેમાં વિમાનમાં સવાર 12 લોકોના મોતની આશંકા છે. કેન્યાના અધિકારીઓએ જણાવ્યું કે, આ વિમાન માસાઇ મારા નેશનલ રિઝર્વના પ્રખ્યાત પ્રવાસન સ્થળ તરફ જઈ રહ્યું હતું, ત્યારે ડાયની હવાઈ પટ્ટીથી લગભગ 40 કિલોમીટર દૂર પહાડી અને જંગલી વિસ્તારમાં આ દુર્ઘટના થઈ. હાલમાં, અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.
Oct 28, 2025 02:51 pm
અરબી સમુદ્રમાં ડિપ્રેશનથી રાજ્યમાં 7 દિવસ માવઠાની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ
અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફની અસરને કારણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી કમોસમી વરસાદ (માવઠા) પડવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ માટે 3 દિવસનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
Oct 28, 2025 02:46 pm
અમદાવાદ: વેપારી સાથે ક્રિપ્ટોકરન્સીમાં રૂપિયા 2.05 કરોડની છેતરપિંડી, નાગપુરના 4 શખ્સો સામે ફરિયાદ
અમદાવાદમાં રૂપિયા 2.05 કરોડની ક્રિપ્ટોકરન્સી છેતરપિંડીની ઘટના સામે આવી છે. શહેરના એક વેપારી સાથે થયેલી આ છેતરપિંડીના મામલે આર્થિક ગુના શાખા (EOW) એ નાગપુરના 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આરોપીઓએ વેપારીને "ડોક્સી" (Doxie) નામની ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવ્યું હતું. આ માટે આરોપીઓએ લોભામણી સ્કીમો રજૂ કરીને, તેમજ વિદેશ પ્રવાસ અને લક્ઝરી કાર જેવી ભેટની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું, અને બાદમાં રૂપિયા 2.05 કરોડની છેતરપિંડી આચરી હતી.
Oct 28, 2025 02:34 pm
મોન્થા વાવાઝોડું આંધ્રના દરિયાકાંઠે ટકરાશે
આજે સાંજથી રાતની વચ્ચે દરિયાકાંઠે ટકરાશે. મોન્થા વાવાઝોડાની સ્પીડ 90 થી 100 કિમી. વાવાઝોડાની અસર આંધ્રપ્રદેશ, ઓડિસા પર રહેશે. આંધ્ર, ઓડિસા, છત્તીસગઢ, તેલંગાણામાં રેડ એલર્ટ.
Oct 28, 2025 02:30 pm
સાબરકાઠાંમાં CNG સ્ટેશનમાં કારમાં આગ
તલોદના રોઝડમાં કારમાં લાગી ભીષણ આગ. CNG પુરાવા આવેલી કારમાં અચાનક આગ
Oct 28, 2025 02:22 pm
અરવલ્લીના મેધરજમાં કમોસમી વરસાદથી પાણી ભરાયા
લીંભોઈ ગામના માર્ગે પાણી ભરાતા રાહદારીઓને હાલાકી. સ્થાનિકોએ પાણી ભરાવા અંગે અનેક વખત રજૂઆત કરી. સ્થાનિકોએ પાણીના નિકાલની તાત્કાલિક માંગ કરી.
Oct 28, 2025 02:15 pm
જયપુરમાં સ્લીપર બસમાં આગથી 3 મુસાફરોના મોત
હાઇ ટેન્શન લાઇનના સંપર્કમાં આવતા બસમાં આગ. બસમાં આગ લાગતા 10થી વધુ લોકો ઘાયલ થયા. મુસાફરો ઇંટના ભઠ્ઠા પર કામ કરવા જઈ રહ્યા હતા. બસમાં 8 ગેસ સિલિન્ડર ફાટવાથી આગ વિકરાળ. બસમાં 3 બાઇક અને 3 સાયકલ હોવાનું સામે આવ્યું.
Oct 28, 2025 02:10 pm
રાજ્યભર 7 દિવસ કમોસમી વરસાદની આગાહી
કમોસમી માવઠાના મારથી ખેડૂતોની વધશે મુશ્કેલી. અરબ સાગરમાં ડિપ્રેશનથી ગુજરાતમાં માવઠની અસર. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ વરસાદ રહેશે. 3 દિવસ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટની ચેતવણી. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 2 દિવસ યલો એલર્ટ. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના.
Oct 28, 2025 01:32 pm
ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ મુક્ત થઈ ભારત પરત ફર્યા
ઓસ્ટ્રેલિયા જવાના પ્રયાસમાં ઈરાન પહોંચેલા અને ત્યાં બંધક બનાવવામાં આવેલા 4 ગુજરાતી યુવકોને મુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ ભારત પરત ફર્યા છે. આ યુવકોનું અપહરણ કરી તેમની મુક્તિ માટે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ મુક્ત થયેલા યુવકોની ગાંધીનગર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. જો તેઓ ફરિયાદ કરવા માંગશે, તો પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની તૈયારી પણ કરવામાં આવી છે.
Oct 28, 2025 01:32 pm
દ્વારકાના જામ ખંભાળીયામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી, સહાયની માંગ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરોમાં તૈયાર પાક પલળી જતાં ખેડૂતોની રાત-દિવસની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને તેમને ભારે નુકસાન થયું છે. આ કપરી સ્થિતિમાં ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે.
Oct 28, 2025 01:31 pm
અમરેલીના રાજુલામાં માવઠા બાદ તારાજીના દ્રશ્યો: સંદેશ ન્યૂઝનો રામપરા ગામમાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં કમોસમી વરસાદ (માવઠા) બાદ ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સંદેશ ન્યૂઝે રામપરા ગામથી કરેલા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મુજબ, છેલ્લા બે દિવસથી પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થતાં સ્થાનિકોને હાલાકી પડી રહી છે. આ ઉપરાંત, ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતાં ખેડૂતો ઊભા પાકને નુકસાન થવાની ચિંતામાં મુકાયા છે.
Oct 28, 2025 01:29 pm
અમરેલીના રામપરા ગામે સતત બીજા દિવસે પાણી ન ઓસરતા ગ્રામજનો મુશ્કેલીમાં
અમરેલી જિલ્લાના રામપરા ગામમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. સંદેશ ન્યૂઝે રામપરા ગામથી કરેલા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મુજબ, વરસાદ પડ્યાના સતત બીજા દિવસે પણ વરસાદી પાણી ન ઓસરતા ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Oct 28, 2025 01:29 pm
પંચમહાલમાં કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન, ખેડૂતોએ વહેલી તકે સહાયની માંગ કરી
પંચમહાલ જિલ્લાના ગોકળપુરા, પોયડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ વરસાદથી મુખ્યત્વે ડાંગર સહિતના પાકોને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ સરકાર સમક્ષ માગણી કરી છે કે, તેમને વહેલી તકે યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે.
Oct 28, 2025 01:28 pm
રાજકોટના ઉપલેટામાં માવઠાથી થયેલા પાક નુકસાન અંગે CM અને કૃષિમંત્રીને રજૂઆત
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે મોટી પાનેલી સહકારી મંડળીના પ્રમુખે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. પ્રમુખે મુખ્યમંત્રી (CM) અને કૃષિમંત્રીને પત્ર લખીને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે તાત્કાલિક વળતર ચૂકવવા માટે માંગણી કરી છે.
Oct 28, 2025 01:23 pm
રાજ્યમાં PMJAYમાંથી વધુ 6 હોસ્પિટલો સસ્પેન્ડ: નડિયાદની રેનસ નેફ્રોલોજી હોસ્પિટલનો સમાવેશ
રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળની કામગીરીમાં ક્ષતિ બદલ વધુ 6 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ સસ્પેન્ડ થયેલી હોસ્પિટલોમાં નડિયાદની રેનસ નેફ્રોલોજી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. આ હોસ્પિટલને મેનપાવરની ક્ષતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવી છે. સરકારે 9 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલને નોટિસ આપી હોવા છતાં ક્ષતિઓ દૂર ન કરતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
Oct 28, 2025 01:22 pm
વડોદરાના વાઘોડિયામાં કમોસમી વરસાદથી તારાજી, વળતરની માંગ
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. હિંમતપુરા, વસવેલ, અલવા, અને વ્યારા સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે ડાંગર અને તુવેર સહિતના પાકને નુકસાન થવાની સંભાવના છે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે.
Oct 28, 2025 01:22 pm
સુરત: ડુમસના દરિયાકિનારે કાર લઈ જનાર માલિક સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો
સુરતના ડુમસ દરિયાકિનારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં લક્ઝુરિયસ કાર લઈને દરિયાના પાણીમાં જનાર કાર માલિક સામે પોલીસે કાર્યવાહી કરી છે. કાર માલિક વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર દરિયાના પાણીમાં ફસાઈ ગઈ હતી, જેને આખરે ક્રેન મારફતે બહાર કાઢવામાં આવી હતી.
Oct 28, 2025 01:21 pm
રાજકોટ લવ જેહાદ કેસ: પોલીસે મદદ ન કર્યાનો યુવતીના પિતાનો આક્ષેપ, ગૃહમંત્રીને અપીલ
રાજકોટમાં લવ જેહાદના એક કથિત કેસમાં પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપો થયા છે. રાજકોટની એક યુવતીને જૂનાગઢનો એક વિધર્મી યુવક પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હોવાના બનાવમાં યુવતીના પિતાએ પોલીસે મદદ ન કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. પિતાનો આક્ષેપ છે કે પોલીસ વિધર્મી યુવકને છાવરી રહી છે. આ મામલે યુવતીના પરિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મદદ માટે અપીલ કરી છે.
Oct 28, 2025 01:21 pm
અમરેલીમાં સિંહોની સુરક્ષાને લઈ વન વિભાગ એલર્ટ, પેટ્રોલિંગ વધાર્યું
અમરેલી જિલ્લામાં વરસાદ બાદ પૂર જેવી પરિસ્થિતિના પગલે વન વિભાગ સિંહોની સુરક્ષાને લઈને એલર્ટ પર છે. વન વિભાગ દ્વારા રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ગઈકાલે રામપરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોવા છતાં, વન વિભાગે દાવો કર્યો છે કે જંગલ વિસ્તારના તમામ વન્યપ્રાણીઓ સુરક્ષિત છે અને પૂરની સ્થિતિમાં કોઈ મુશ્કેલીમાં મુકાય નહીં તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
Oct 28, 2025 01:21 pm
ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો: સંદેશ ન્યૂઝનો સોનારીયામાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. સંદેશ ન્યૂઝે સોનારીયા ગામથી કરેલા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં સામે આવ્યું છે કે મગફળી અને સોયાબીન સહિતના ઊભા પાકોને વ્યાપક નુકસાન થયું છે. વળી, જે ખેડૂતો શિયાળુ પાક તરીકે મરચાંના પાકની તૈયારી કરી રહ્યા હતા, તેમની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે વરસાદના કારણે ખેતરમાં કરેલી મલ્ચિંગ (Mulching) અને ડ્રીપ ઇરીગેશન (Drip Irrigation) સહિતની તૈયારીઓને પણ નુકસાન પહોંચ્યું છે.
Oct 28, 2025 01:21 pm
બોટાદની ઉતાવળી નદીમાં પ્રદૂષણનું સામ્રાજ્ય, સફેદ ફીણ છવાયું
બોટાદમાંથી પ્રદૂષણની ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં ઉતાવળી નદીમાં સફેદ ફીણનું સામ્રાજ્ય છવાયું છે. નદીના નારાયણ કુંડ નજીક આ દ્રશ્યો જોવા મળ્યા હતા, જે સૂચવે છે કે નદી પ્રદૂષિત બની છે. આ પ્રદૂષણ ફેલાવવા માટે પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે અને તેઓ વરસાદી પાણીના પ્રવાહનો લાભ ઉઠાવીને નદીમાં ઔદ્યોગિક કચરો કે અન્ય પ્રદૂષિત પદાર્થો ઠાલવી રહ્યા હોવાના આક્ષેપો છે.
Oct 28, 2025 01:18 pm
દાહોદના જાલત ગામમાં વરસાદથી ડાંગરના પાકને નુકસાન, ખેડૂતોની હાલત દયનીય
દાહોદ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે. સંદેશ ન્યૂઝે જાલત ગામથી કરેલા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મુજબ, ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. ખેતરમાં પાણી ભરાઈ જવાથી મુખ્યત્વે ડાંગરના પાકને નુકસાની પહોંચી છે, જેના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે.
Oct 28, 2025 01:14 pm
રાજકોટમાં બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ અને કમળાના કેસમાં વધારો
રાજકોટ શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થતાં રોગચાળો વકર્યો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 8 અને કમળાના 4 કેસ નોંધાયા છે, જ્યારે તાવ, શરદી, ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના કુલ 2897 દર્દીઓ સારવાર હેઠળ આવ્યા છે. આ વધારો ચિંતાનો વિષય બન્યો છે.
Oct 28, 2025 01:08 pm
અમદાવાદ મનપાનું હેરિટેજ વારસો જાળવવાનું આયોજન: 100 પોળના દરવાજા રિપેર કરાશે
અમદાવાદ શહેરના હેરિટેજ વારસાને જાળવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટું આયોજન કરવામાં આવ્યું છે. મનપાએ આ કામગીરી માટે ARC (Architecture, Restoration and Conservation) ટેન્ડર બહાર પાડ્યું છે. આ આયોજન અંતર્ગત, જૂના અમદાવાદમાં આવેલી તમામ પોળના દરવાજા રિપેર કરવામાં આવશે અને જે પોળમાં દરવાજા નથી, ત્યાં નવા દરવાજા બનાવવામાં આવશે. અમદાવાદ મનપા દ્વારા આ કામગીરી માટે 100 જેટલી પોળમાં સર્વે કરવામાં આવ્યો છે.
Oct 28, 2025 12:54 pm
ગુજરાત સરકારમાં મોટો ફેરફાર, મનોજ કુમાર દાસ બન્યા રાજ્યના નવા મુખ્ય સચિવ
ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વરિષ્ઠ IAS અધિકારી મનોજ કુમાર દાસની ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ (Chief Secretary) તરીકે નિમણૂક કરવામાં આવી છે.
Oct 28, 2025 12:15 pm
રાજકોટ: 25 ઓક્ટોબરના હત્યા કેસનો આરોપી ઝડપાયો
રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં 25 ઓક્ટોબરના રોજ થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક આરોપીના ઘરે ચોરી કરવા ગયો હતો, અને આ દરમિયાન આરોપીએ તેની હત્યા કરી હતી. પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Oct 28, 2025 12:15 pm
ગીર સોમનાથમાં સરસ્વતી નદીમાં ઘોડાપૂર, પ્રાચીન માધવરાય મંદિર 8થી 10 ફૂટ પાણીમાં ગરકાવ
ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના પરિણામે નદી કિનારે આવેલું પ્રાચીન માધવરાય ભગવાનનું મંદિર જળમગ્ન બન્યું છે. મંદિરના પરિસરમાં પૂરના પાણી ભરાઈ જતાં માધવરાય મંદિરનો મોટો ભાગ લગભગ 8 થી 10 ફૂટ જેટલો પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
Oct 28, 2025 12:15 pm
ગીર સોમનાથમાં કમોસમી વરસાદના નુકસાનની મંત્રી પ્રદ્યુમન વાજા અને અર્જુન મોઢવાડિયાએ કરી સમીક્ષા
ગીર સોમનાથ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે મંત્રી પ્રદ્યુમન વાજા અને અર્જુન મોઢવાડિયાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. બન્ને મંત્રીઓએ ખેતરોમાં જઈને નુકસાનીનો તાગ મેળવ્યો હતો અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની વ્યથા સાંભળી હતી. જિલ્લાના પણાદર, કડોદરા, બાવાના પીપળવા, ડોળાસા, કેસરિયા, માઢગામ અને આલીદર જેવા અનેક ગામોમાં પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
Oct 28, 2025 12:15 pm
ખેડાના નડિયાદમાં આખલા યુદ્ધે બે કારને નુકસાન પહોંચાડ્યું, મનપાની નિષ્ક્રિયતા પર સવાલ
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. નડિયાદના શ્રેયસ રોડ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ થતાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં આખલાઓએ બે કારને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાને કારણે સ્થાનિક લોકો પરેશાન છે અને રખડતા ઢોરના મુદ્દે નડિયાદ નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સવાલો ઊભા થયા છે.
Oct 28, 2025 12:15 pm
સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી: એકતાનગરમાં 9000થી વધુ મુલાકાતીઓ માટે વ્યવસ્થા
આગામી 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉજવણીમાં ભાગ લેવા આવનારા મુલાકાતીઓ માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 9,000થી વધુ લોકો માટે રહેવાની વ્યવસ્થા સાથેના ડોમ તૈયાર કરવામાં આવ્યા છે.
Oct 28, 2025 12:14 pm
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદનો કહેર, ખેતરોમાં ભારે તારાજી
રાજકોટ જિલ્લામાં પણ કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ સહિતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ખેતરોમાં ભારે તારાજી સર્જાઈ છે, જેનાથી ખેતીના પાકને મોટું નુકસાન થયું છે.
Oct 28, 2025 12:10 pm
રાજકોટના ધોરાજીમાં ઓસમ ડુંગરનો ધોધ સક્રિય, નયનરમ્ય દ્રશ્યો સર્જાયા
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ધોધમાર વરસાદના કારણે ઓસમ ડુંગરનો ધોધ ફરી સક્રિય થયો છે. ધોરાજીના પાટણવાવ ગામે આવેલા આ ઓસમ ડુંગર પરથી ધોધ વહેતો થતાં પ્રકૃતિના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.
Oct 28, 2025 12:07 pm
માપણી વધારાના કૌભાંડમાં કલેક્ટરની ખોટી સહી કરનાર પૂર્વ ક્લાર્ક અનિલ કરેણ બનાસકાંઠાથી ઝડપાયો
કલેક્ટર કચેરીની મહેસૂલ શાખામાં ભૂતકાળમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી ગયેલા અનિલકુમાર ભીખાલાલ કરેણ (A.B. કરેણ) વિરુદ્ધના કૌભાંડમાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) મોટી કાર્યવાહી કરી છે. કરેણે રતિયાની જમીનના માપણી વધારાના મામલે કલેક્ટરના ચીટનીસનો ખોટો પત્ર બનાવી, માપણી વધારો નિયમિત કરતો કલેક્ટરની ખોટી સહીવાળો બોગસ હુકમ જારી કરીને કૌભાંડ આચર્યું હતું. એકાદ માસ પૂર્વે મામલતદાર અરુણ નાગરમલ શર્માએ A-ડિવિઝન પોલીસ મથકે આ અંગે ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. LCBની ટીમે આ નાસતા-ફરતા આરોપી તત્કાલીન ક્લાર્ક અનિલકુમાર ભીખાલાલ કરેણને તેના વતન લાલાવાડા (તા. પાલનપુર, જિ. બનાસકાંઠા) ખાતેથી ઝડપી પાડ્યો છે અને તેની ધરપકડ કરી છે. પોલીસે હવે આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Oct 28, 2025 12:06 pm
અમદાવાદ: સોલા સિવિલમાં દર્દી સાથે દાદાગીરી કરનાર મહિલા તબીબ સામે કાર્યવાહી, સારવારથી દૂર કરાયા
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા તબીબ દ્વારા દર્દી સાથે દાદાગીરી કરવાના મામલે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. મહિલા તબીબને એક મહિના માટે દર્દીઓની સારવારથી દૂર કરવામાં આવ્યા છે અને તેમને આ સમયગાળા દરમિયાન નોન-ક્લિનિકલ ડ્યુટી આપવામાં આવશે. આરોગ્ય વિભાગના આદેશ બાદ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, અને તપાસ પૂર્ણ થયા બાદ તબીબ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Oct 28, 2025 12:05 pm
કમોસમી વરસાદથી મગફળીને નુકસાન: સોમા પ્રમુખ કિશોર વિરડીયાએ ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની માંગ કરી
સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશન (SOMA)ના પ્રમુખ કિશોર વિરડીયાએ જણાવ્યું છે કે કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં મગફળીના પાકને નુકસાન થયું છે, જેના પરિણામે ખેડૂતોને હાલમાં ખૂબ ઓછા ભાવ મળી રહ્યા છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે, "દેશમાં 60 થી 65 ટકા વિદેશી તેલની આયાત થાય છે." આથી, સરકારે તેલની ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને આયાત ઘટાડવી જોઈએ. જો આયાત ઘટશે અને સ્થાનિક તેલના ભાવ ઊંચકાશે, તો સ્વાભાવિક રીતે મગફળીના ભાવમાં વધારો થશે અને ખેડૂતોને રાહત મળશે.
Oct 28, 2025 11:28 am
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે PMને લખ્યો પત્ર: કૃષિ સહાય પેકેજ અને MSPની મર્યાદા બદલવા માગ
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે રાજ્યના ખેડૂતો માટે તાત્કાલિક કૃષિ સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, તેમણે ન્યૂનતમ ટેકાના ભાવ (MSP)માં 2 એકરની મર્યાદા છે, તેને બદલવા માટે પણ માંગણી કરી છે, જેથી વધુ ખેડૂતોને લાભ મળી શકે.
Oct 28, 2025 11:28 am
વડોદરાના શિનોર તાલુકામાં માવઠાનો માર, એરંડા, કપાસ અને તુવેરના પાકને નુકસાનની ભીતિ
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં કમોસમી વરસાદ (માવઠા) પડવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા છે. આ અણધાર્યા વરસાદથી ખાસ કરીને એરંડા, કપાસ અને તુવેર સહિતના શિયાળુ અને ઉનાળુ પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
Oct 28, 2025 11:28 am
રાજકીય અવગણનાથી બ્રાહ્મણ સમાજમાં નારાજગી, ડિસેમ્બરમાં મહાસંમેલનનું આયોજન
રાજ્યના બ્રાહ્મણ સમાજમાં રાજકીય પક્ષો દ્વારા તેમની અવગણના થતાં નારાજગી જોવા મળી રહી છે. ભૂદેવોએ આક્ષેપ કર્યો છે કે 70 લાખ જેટલી વસ્તી હોવા છતાં રાજકીય પક્ષોમાં બ્રહ્મ સમાજને સાઇડલાઇન કરવામાં આવ્યો છે અને વર્તમાન મંત્રીમંડળમાં પણ તેમને યોગ્ય સ્થાન મળ્યું નથી. આ રાજકીય અવગણનાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ડિસેમ્બર મહિનામાં બ્રહ્મ સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
Oct 28, 2025 11:27 am
પોરબંદરના બરડા પંથકમાં માવઠાથી મગફળીનો પાક નષ્ટ, ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં કમોસમી વરસાદ (માવઠા)થી ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. આ અણધાર્યા વરસાદના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આસપાસના મિયાણા, ભાવપરા, કુછડી, શ્રીનગર, મજીવાણા, બગવદર, અને મોઢવાડા સહિતના ગામોમાં પણ પાકને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
Oct 28, 2025 11:27 am
વડોદરામાં કમોસમી વરસાદથી શાકભાજીના પાકને મોટું નુકસાન, ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
વડોદરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. છાણી, સોખડા અને ઓમકારપુરા જેવા ગામોમાં લસણ, મેથી, ધાણા સહિતના શાકભાજીના પાકોને વ્યાપક નુકસાન થતાં તૈયાર પાક પલળી ગયો છે. જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે અને તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
Oct 28, 2025 11:27 am
પાણી પુરવઠા મંત્રી તરીકે ઈશ્વરસિંહ પટેલે સ્વર્ણિમ સંકુલ 2માં ચાર્જ સંભાળ્યો
વર્તમાન સરકારમાં પાણી પુરવઠા મંત્રી તરીકે ઈશ્વરસિંહ પટેલે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે પોતાના પદનો ચાર્જ સંભાળ્યો છે. ઉલ્લેખનીય છે કે, તેઓ અગાઉ વિજય રૂપાણીની સરકારમાં પણ મંત્રી તરીકે રહી ચૂક્યા છે અને સતત છઠ્ઠી વખત અંકલેશ્વર બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે.
Oct 28, 2025 11:27 am
સાબરકાંઠાના ઇડરમાં મહાકાળી મંદિરના મહંતની હત્યાથી ચકચાર
સાબરકાંઠા જિલ્લાના ઇડર નજીક આવેલા ઝીંજવા પાસેના મહાકાળી મંદિરના મહંત પૂર્ણાનંદ સ્વામીની હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ફફડાટ ફેલાયો છે. હત્યાનું રહસ્ય હજુ અકબંધ છે, ત્યારે ઇડર પોલીસ અને LCBની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મહંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે.
Oct 28, 2025 11:27 am
સુરેન્દ્રનગરના કોંઢ ગામની વાડીમાં 12 વર્ષ જૂનો 60 ફૂટ ઊંચો પાણીનો ટાંકો ધડાકાભેર તૂટ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામની સીમમાં ગગજીભાઈની વાડીમાં આવેલો આશરે 12 વર્ષ પહેલાં બનાવેલો 60 ફૂટ ઊંચો પાણીનો ટાંકો અચાનક તૂટી પડ્યો હતો. 60 ફૂટનો આ વિશાળ ટાંકો તૂટતાં તેની બાજુમાં આવેલી ઓરડીનું ફ્લોરિંગનું તળિયું પણ તૂટી ગયું હતું. જોકે, સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અચાનક બનેલી આ ઘટનાથી વાડી માલિક અને ગ્રામજનોમાં આશ્ચર્ય અને ટાંકો તૂટવા પાછળના કારણો અંગે અનેક રહસ્યો ઊભા થયા છે.
Oct 28, 2025 11:27 am
બોટાદનો રમાઘાટ ડેમ સિઝનમાં ચોથી વખત ઓવરફ્લો, 15 ગામોને મળશે લાભ
બોટાદ જિલ્લામાં આવેલા ગઢડાનો રમાઘાટ ડેમ સિઝનમાં ચોથી વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. ડેમ છલકાઈ જવાથી તેના પાણીનો લાભ 15 જેટલા ગામોના લોકોને પીવા અને સિંચાઈ માટે મળશે.
Oct 28, 2025 11:27 am
અમરેલીના રાજુલામાં બાઇકચાલક ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો, સ્થાનિકોએ બચાવ્યો
અમરેલી જિલ્લાના રાજુલામાં ભારે વરસાદના કારણે ચાંચબંદર જવાના માર્ગે આવેલા બંધારા પર પાણી ફરી વળ્યું હતું. આ ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થવા જતાં એક બાઇકચાલક યુવક તણાયો હતો. જોકે, સદનસીબે ત્યાં હાજર રહેલા સ્થાનિક લોકોએ તુરંત જ યુવકને બહાર કાઢીને તેનો આબાદ બચાવ કર્યો હતો.
Oct 28, 2025 11:27 am
છોટા ઉદેપુરમાં સરકારી કામગીરીની પોલ ખૂલી, એક મહિના પહેલા બનેલું ડાયવર્ઝન ધોવાયું
છોટા ઉદેપુર જિલ્લામાં સરકારી કામગીરીની પોલ ખુલી છે, જ્યાં પાવી જેતપુર ખાતે આવેલી ભારજ નદી પર એક મહિના પહેલા જ બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. ઉપરવાસમાં આવેલા ભારજ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં આ કામચલાઉ ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું, જેના પરિણામે સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Oct 28, 2025 11:03 am
ગીર સોમનાથમાં માવઠાથી ખેડૂતો બેહાલ, સેટેલાઇટ સર્વે દ્વારા તાત્કાલિક સહાયની માંગ
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે, જ્યાં ખેતરો વરસાદી પાણીથી તરબોળ થતાં મગફળી અને સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ માંગ કરી છે કે જો સર્વેમાં વિલંબ થશે તો શિયાળુ પાક લેવામાં મુશ્કેલી પડશે. આથી, ખેડૂતોએ સમયસર સહાય મળી રહે તે માટે સેટેલાઇટ સર્વે કરાવીને તાત્કાલિક આર્થિક મદદ કરવા માંગણી કરી છે.
Oct 28, 2025 11:03 am
ઓલપાડના MLA મુકેશ પટેલે CMને પત્ર લખી ડાંગરના ખેડૂતો માટે વળતરની માંગ કરી
ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે રજૂઆત કરી છે કે ઓલપાડ વિસ્તારમાં 18 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ડાંગરનું વાવેતર થયું છે, અને આ વરસાદથી ડાંગર, શાકભાજી અને કઠોળના પાકને ભારે નુકસાન થયું છે. MLA મુકેશ પટેલે સરકાર તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ કરી છે.
Oct 28, 2025 11:03 am
પંચમહાલમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને તારાજી, ખેડૂતોએ સહાયની માગ કરી
પંચમહાલ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોને ભારે તારાજીનો સામનો કરવો પડ્યો છે. ખેતરોમાં 2-3 ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં ખાસ કરીને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો રાતા પાણીએ રડવાની સ્થિતિમાં મુકાયા છે. આ નુકસાનના પગલે ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરીને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી સરકાર સમક્ષ માગણી કરી છે.
Oct 28, 2025 11:03 am
દાહોદના ચાકલીયામાં ASIને ટોળાએ માર માર્યો, 18 લોકોની અટકાયત
દાહોદ જિલ્લાના ચાકલીયા વિસ્તારમાં એક ગંભીર ઘટના બની છે, જ્યાં એક અકસ્માતમાં બાઇકચાલકનું મોત થતાં ઉશ્કેરાયેલા 50 જેટલા લોકોના ટોળાએ પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. ટોળાએ ASI સુભાષ નિનામાને "મૃતદેહ કેમ પોસ્ટમોર્ટમ માટે લઈ આવ્યા" કહીને માર માર્યો હતો. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પરથી 18 લોકોની અટકાયત કરી છે અને ચાકલીયા પોલીસે અન્ય 50 લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Oct 28, 2025 11:02 am
ગીર સોમનાથના કોડીનારમાં સોમત નદીમાં ઘોડાપૂર
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં છેલ્લા 4 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ખાસ કરીને પેઢાવડ ગામ નજીક આવેલી સોમત નદીમાં ભારે વરસાદના પાણીની આવક થતાં તે બે કાંઠે વહી રહી છે.
Oct 28, 2025 10:37 am
ભાવનગરમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સિહોરની મુલાકાત લીધી, તાત્કાલિક સર્વેની સૂચના આપી
રાજ્ય કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે ભાવનગરના સિહોર વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે કાજાવદર ગામના ખેતરોમાં કપાસના પાકને થયેલા નુકસાનની પ્રત્યક્ષ સમીક્ષા કરી હતી અને અધિકારીઓને ખેડૂતોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચના આપી હતી.
Oct 28, 2025 10:37 am
રાજકોટના ઉપલેટામાં માવઠાથી ખેડૂતોનું હૈયાફાટ રુદન, તાત્કાલિક સહાયની માંગ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કમોસમી વરસાદ (માવઠા)ને કારણે જગતના તાતની હાલત કફોડી બની છે. ઉપલેટાના તેલંગણા ગામ સહિતના વિસ્તારોમાં કપાસ, મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાની થતાં ખેતરમાં જ ખેડૂતો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માગણી કરી છે.
Oct 28, 2025 10:37 am
દ્વારકાના દરિયામાં માછીમારોની બેદરકારી, 3 નંબરના સિગ્નલ છતાં માછીમારી
દ્વારકાના ઓખા બંદર પર તંત્ર દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હોવા છતાં અને દરિયો ન ખેડવાની મનાઈ હોવા છતાં માછીમારોની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે કરન્ટ હોવા છતાં કેટલાક માછીમારો જોખમી રીતે દરિયામાં માછીમારી કરતા નજરે પડ્યા છે.
Oct 28, 2025 10:37 am
અમરેલીમાં કમોસમી વરસાદના નુકસાનનો તાગ મેળવવા મંત્રી કૌશિક વેકરિયા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનની સમીક્ષા કરવા માટે મંત્રી કૌશિક વેકરિયા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સાવરકુંડલાના જાબાળ ગામના ખેતરોમાં પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમની સાથે ધારાસભ્ય મહેશ કસવાલા અને સાંસદ ભરત સુતરીયા પણ હાજર રહ્યા હતા. આ નિરીક્ષણ પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવશે.
Oct 28, 2025 10:28 am
વડોદરાની સોસાયટીમાં 6 ફૂટ લાંબો મગર ઘૂસતાં લોકોમાં ફફડાટ
વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં આવેલી અશ્વમેઘ એવન્યુ સોસાયટીમાં રાત્રિ દરમિયાન એક વિશાળ 6 ફૂટ લાંબો મગર આવી ચડતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ મગર એક કારની નીચે આવીને બેસી જતાં રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આ મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.
Oct 28, 2025 10:16 am
છોટાઉદેપુરમાં ઓવરટેકની લ્હાયમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેલરચાલકની સમયસૂચકતાથી 3 યુવકોનો બચાવ
છોટાઉદેપુરમાં ઓવરટેક કરવાની લ્હાયમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બાઇક સવાર ત્રણ યુવકો બેફામ ગતિએ ઓવરટેક કરવા જતાં ટ્રેલરના ટાયર પાસે પટકાયા હતા. જોકે, ટ્રેલરચાલકે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બ્રેક મારતાં ટાયર નીચેથી ત્રણેય યુવકોને આબાદ બચાવી લેવાયા હતા અને બહાર ખેંચી લેવાયા હતા.
Oct 28, 2025 10:16 am
સુરત: ડુમસના દરિયાકિનારે ફરી લક્ઝુરિયસ કાર ફસાઈ, પોલીસ પેટ્રોલિંગ પર સવાલ
સુરતમાં વાહનો માટે પ્રતિબંધિત હોવા છતાં ડુમસના દરિયાકિનારે એક લક્ઝુરિયસ કાર પાણીમાં ફસાઈ જતાં ચર્ચાનું કેન્દ્ર બની છે. કાર ફસાયાનો વીડિયો પણ વાયરલ થયો હતો, ત્યારબાદ કારને ક્રેન મારફતે બહાર કાઢવામાં આવી હતી. પ્રતિબંધ હોવા છતાં વાહન બીચ પર કેવી રીતે પહોંચ્યું, તેના પર પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. પોલીસે ગાડીના માલિકને બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Oct 28, 2025 10:16 am
ગીર સોમનાથના કોડીનારમાં વરસાદી પાણીથી રસ્તો બંધ, 10 થી 15 ગામોને હાલાકી
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી ભરાઈ જતાં કોડીનારથી અરણેજ તરફ જતો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે અરણેજ ગામ સહિત 10 થી 15 જેટલા ગામોના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, સોસાયટી વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
Oct 28, 2025 10:16 am
સુરતમાં ચોરી કરવા ગયેલો ચોર ફસાયો, ફાયરની મદદથી પકડાયો
સુરતમાં ચોરી કરવા ગયેલો એક ચોર રંગેહાથ ફસાઈ ગયો હતો. એક બંધ મકાનમાં ઘૂસતા જ ઘરની મહિલાની નજર તેના પર પડતાં તેણે બૂમો પાડી હતી. ગભરાયેલો ચોર ભાગવાનો પ્રયાસ કરતાં બીજા માળે મકાન બંધ હોવાથી ગેલેરીમાં જ ફસાઈ ગયો હતો. આખરે, ફાયર બ્રિગેડની મદદથી આ ચોરને નીચે ઉતારીને પોલીસને સોંપવામાં આવ્યો હતો.
Oct 28, 2025 10:11 am
કચ્છના રાપરમાં પ્રેમ સંબંધના વહેમમાં યુવકની ઘાતકી હત્યા
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ત્રંબા ગામે બસ સ્ટેન્ડ નજીક એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ધનસુખ ડોડીયા નામના આ યુવકની હત્યા પ્રેમ સંબંધના વહેમના કારણે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ હત્યાના બનાવને પગલે ત્રંબા ગામમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો છે.
Oct 28, 2025 10:08 am
ભાવનગરનું ગૌરીશંકર સરોવર સિઝનમાં બીજી વખત ઓવરફ્લો, ડ્રોન વીડિયો આવ્યા સામે
ભાવનગર શહેરનું મુખ્ય જળસ્ત્રોત ગણાતું ગૌરીશંકર સરોવર સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયું છે. ભારે વરસાદના કારણે સરોવરમાં પાણીની ભરપૂર આવક થતાં તે છલકાઈ ગયું છે, જેના મનમોહક ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે.
Oct 28, 2025 10:08 am
અમરેલી જિલ્લામાં માવઠાનો કહેર, ખેડૂતોએ તાત્કાલિક સહાયની માંગ કરી
અમરેલી જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદ (માવઠા)એ ભારે રડાવ્યા છે. ખાસ કરીને રાજુલા અને સાવરકુંડલા પંથકમાં કમોસમી વરસાદથી કપાસ અને મગફળી સહિતના પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે જગતના તાતની મુશ્કેલીઓ વધી છે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે.
Oct 28, 2025 10:07 am
નર્મદા ડેમમાં પાણીની આવક વધતાં 1 દરવાજો ખોલાયો
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. પરિણામે, ડેમમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના માટે ડેમનો 1 દરવાજો 62 સેમી સુધી ખોલવામાં આવ્યો છે.
Oct 28, 2025 10:02 am
બનાસકાંઠાના કાંકરેજમાં રખડતા ઢોરની અડફેટે બાઇકચાલકનું મોત, સ્થાનિકોમાં રોષ
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. હાઇવે પરથી પસાર થઈ રહેલા એક બાઇકચાલકને રખડતા ઢોરે અડફેટે લેતાં તેનું મોત થયું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે તીવ્ર રોષ ફેલાયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
Oct 28, 2025 10:01 am
જામનગરના ધ્રોલ તાલુકામાં માવઠાનો માર, ખેડૂતોને પાક નુકસાનની ચિંતા
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં પણ કમોસમી વરસાદ (માવઠા)નો માર પડ્યો છે. આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે ઊભા પાકો જેમ કે મગફળી અને કપાસ સહિતના અન્ય પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
Oct 28, 2025 09:45 am
ઉપલેટાનો ગઢળા કોઝવે ધોવાયો, ગ્રામજનોને ભારે હાલાકી
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સ્થિત મોજ ડેમમાં પાણીની આવક વધી હતી. આ પાણીના પ્રચંડ પ્રવાહથી ગઢળા ગામનો મુખ્ય કોઝવે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, જેના કારણે ગામલોકો અને વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Oct 28, 2025 09:45 am
માવઠાના કારણે ભાવનગર APMCનો નિર્ણય: જણસી લાવવા પર પ્રતિબંધ
કમોસમી વરસાદ (માવઠા)ના કારણે ખેડૂતોના માલને થતા નુકસાનને અટકાવવા માટે ભાવનગર એપીએમસી (માર્કેટિંગ યાર્ડ) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં જણસી (ખેત પેદાશ) લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી યાર્ડમાં રહેલી કે આવનારી જણસીને વરસાદથી નુકસાન ન થાય.
Oct 28, 2025 09:45 am
સુત્રાપાડામાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર, 30 મકાનોમાં પાણી ઘૂસ્યા
ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં 4 ઈંચ જેટલો વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે પ્રશ્નાવડા ગામે આવેલા સુથાર વંડીની બાજુના વિસ્તારમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારમાં આવેલા 30 જેટલા મકાનોમાં પાણી ઘૂસી જતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
Oct 28, 2025 09:15 am
ઇરાનમાં અપહરણ કરાયેલા ચાર ગુજરાતીઓ મુક્ત, દોહા પહોંચ્યા
ઇરાનમાં અપહરણ કરાયેલા ગુજરાતના ચાર લોકોને મુક્ત કરવામાં આવ્યા છે, જેમની માહિતી બાપુપુરાના સરપંચ પ્રકાશભાઈ ચૌધરીએ આપી છે. ઓસ્ટ્રેલિયા જતી વખતે ઇરાનમાં આ ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમની મુક્તિ માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી પરિવારજનોએ 50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. સરકારની મદદથી આ ચારેય લોકોને છૂટકારો મળ્યો છે અને તેઓ ઇરાનથી ભારત પરત આવવા માટે રવાના થઈને હાલમાં દોહા પહોંચી ગયા છે.
Oct 28, 2025 09:15 am
જૂનાગઢમાં માવઠાથી નુકસાન અંગે CMને રજૂઆત, ધારાસભ્ય કરગઠીયાએ તાત્કાલિક સહાયની માંગ કરી
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાન મામલે ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે મગફળી, સોયાબીન સહિતના ખેતી પાકોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વહેલી તકે આર્થિક સહાય ચૂકવવામાં આવે.
Oct 28, 2025 09:15 am
સુરત રેલવે સ્ટેશનના હોલ્ડિંગ એરિયામાં વરસાદી પાણી ભરાતા મુસાફરોને હાલાકી
સુરત શહેરમાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને રેલવે સ્ટેશનના હોલ્ડિંગ એરિયામાં પાણી ભરાઈ જતાં ટ્રેનની રાહ જોતા મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
Oct 28, 2025 09:15 am
વિશ્વનું પ્રથમ સ્કાય સ્ટેડિયમ સાઉદી અરેબિયાના 'ધ લાઇન' શહેરમાં બનશે
વિશ્વનું પ્રથમ સ્કાય સ્ટેડિયમ સાઉદી અરેબિયાના મહત્વાકાંક્ષી NEOM પ્રોજેક્ટના ભાગરૂપે "ધ લાઇન" નામના ભવિષ્યવાદી રેખીય શહેરમાં બનાવવામાં આવી રહ્યું છે. આ અનોખું સ્ટેડિયમ જમીનની સપાટીથી 350 મીટર ઉપર સ્થિત હશે અને તેને 2034ના ફિફા વર્લ્ડ કપ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.
Oct 28, 2025 09:11 am
અરવલ્લીમાં કમોસમી વરસાદનો માર, ખેડૂતોને પાક નુકસાનની સહાયની માંગ
અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે આ કમોસમી વરસાદ (માવઠું) ભારે પડ્યો છે. અણધાર્યા વરસાદના કારણે ખેતરોમાં તૈયાર થયેલો મગફળી અને સોયાબીનનો પાક નષ્ટ થઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આર્થિક ફટકાનો સામનો કરી રહેલા ખેડૂતોએ તાત્કાલિક ધોરણે પાક નુકસાનીની સહાય ચૂકવવામાં આવે તેવી રાજ્ય સરકાર સમક્ષ માગણી કરી છે.
Oct 28, 2025 09:10 am
રાજ્યમાં આજથી SIRની કામગીરીનો પ્રારંભ, બોગસ વોટિંગ અટકાવવા વેરિફિકેશન શરૂ
ગુજરાત રાજ્યમાં આજથી સિસ્ટમેટિક ઈલેક્ટોરલ રોલ વેરિફિકેશન (SIR)ની કામગીરીનો પ્રારંભ થયો છે. જેનો મુખ્ય હેતુ ચૂંટણીઓમાં થતા બોગસ વોટિંગને અટકાવવાનો છે. આ અભિયાન હેઠળ ડુપ્લીકેટ મતદારો, મૃતકોના નામ અને બે સ્થળે મતદાર યાદીમાં નામ ધરાવતા કેસોની ચકાસણી કરીને તેમને દૂર કરવામાં આવશે. આ કામગીરી માટે 50,963 બૂથ લેવલ ઓફિસરો (BLO) ઘરે-ઘરે જઈને દરેક ઘરની ત્રણ વખત મુલાકાત લઈને મતદારોનું વેરિફિકેશન કરશે. ગુજરાતમાં હાલની સ્થિતિએ 5 કરોડથી વધુ મતદારો નોંધાયેલા છે.
Oct 28, 2025 09:06 am
તુર્કીના અનેક પ્રાંતોમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, બાલિકેસિર કેન્દ્રબિંદુ
તુર્કીમાં ગત રાત્રે 11:48 વાગ્યે 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ બાલિકેસિર પ્રાંતના સિંદિરગી શહેરમાં હતું, જેના આંચકા ઇસ્તંબુલ, બુર્સા, મનીસા અને ઇઝમિર સહિત આસપાસના અનેક પ્રાંતોમાં અનુભવાયા હતા.
Oct 28, 2025 09:05 am
પ્રદ્યુમન વાજાએ CMને લખ્યો પત્ર: કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે તાત્કાલિક સહાયની માંગ
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે મંત્રી પ્રદ્યુમન વાજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમણે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે.
Oct 28, 2025 09:04 am
સાબરકાંઠાના લાંબડીયા ગામે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, મકાનોને નુકસાન
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ગામે મોડી રાત્રે લગભગ 1 વાગ્યે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં રહેલા ખાલી પૂંઠાને કારણે આગે ઝડપી સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉનનો સમગ્ર માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ આગ એટલી વ્યાપક હતી કે બાજુમાં આવેલું શાંતાબેન પ્રજાપતિનું કાચું મકાન તેમજ અન્ય એક મકાન અને દુકાન પણ તેની ઝપેટમાં આવી ગયા હતા, જેમાં રહેલો તમામ સામાન બળી જતાં મોટું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં ખેરોજ પીઆઇ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, અને અંબાજી, ઈડર તથા ખેડબ્રહ્માની ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.
Oct 28, 2025 08:32 am
રાજ્યમાં 24 કલાકમાં 239 તાલુકાઓમાં વરસાદ, રાજુલામાં સૌથી વધુ સાડા આઠ ઇંચ
રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 239 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં 8.50 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગરના મહુવામાં 7.24 ઇંચ, સુત્રાપાડામાં 6.85 ઇંચ, અને ઊનામાં 5.55 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર ગઢડા, પાટણવેરાવળ, સાવરકુંડલા અને કોડીનાર જેવા તાલુકાઓમાં પણ 5 ઇંચની આસપાસ ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે જનજીવન અને ખેતીના પાકને અસર થઈ છે.
Oct 28, 2025 08:32 am
વિદ્યાર્થીઓની આત્મહત્યા રોકવા SCનું કડક વલણ, કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે રિપોર્ટ માંગ્યો
વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યાના ગંભીર મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્ય સરકારો પાસેથી કમ્પ્લાયન્સ એફિડેવિટ સાથે રિપોર્ટ માંગ્યો છે કે આત્મહત્યાના બનાવો રોકવા માટે તેમણે કયા પગલાં ભર્યા છે. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે આત્મહત્યા અટકાવવા માટે કોઈ માળખું (framework) નથી, તેથી કોર્ટે તાત્કાલિક 15 દિશાનિર્દેશો જાહેર કર્યા છે. કોર્ટે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી કાયદાકીય માળખું તૈયાર ન થાય, ત્યાં સુધી આ દિશાનિર્દેશોનું પાલન કરવાનું રહેશે.
Oct 28, 2025 08:32 am
માવઠાની સ્થિતિને પગલે સરકાર એક્શનમાં, મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓની જવાબદારી સોંપાઈ
રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠા)ને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે અને અસરગ્રસ્ત જિલ્લાઓની જવાબદારી જુદા જુદા મંત્રીઓને સોંપી છે. જેમાં જીતુ વાઘાણીને ભાવનગર, નરેશ પટેલને તાપી, જ્યારે મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજાને જૂનાગઢ-ગીર સોમનાથ અને કૌશિક વેકરિયાને અમરેલી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. આ મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લેશે, વહીવટી તંત્રને દિશાનિર્દેશ અને માર્ગદર્શન આપશે, તથા જરૂરી સેવાઓ અને વ્યવસ્થા ઊભી કરવા માટે સંકલન કરશે.
Oct 28, 2025 08:15 am
ભાવનગરના પાલીતાણામાં માવઠાનો કહેર, ખેડૂતોને પાક નુકસાનથી સહાયની માંગ
ભાવનગરના પાલીતાણા પંથકમાં કમોસમી વરસાદ (માવઠા)નો ભારે માર પડ્યો છે. ખાખરીયા ગામ સહિત સેંજળીયા અને મોટી રાજસ્થળીમાં ખેડૂતોના તૈયાર થયેલા કપાસ, મગફળી અને કઠોળના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે ખેડૂતોનો તૈયાર થયેલો કોળિયો છીનવાઈ ગયો છે. આ ભારે નુકસાનના પગલે હવે અસરગ્રસ્ત ખેડૂતો રાજ્ય સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે.
Oct 28, 2025 08:15 am
કુમાર કાનાણીનો વધુ એક ‘લેટર બોમ્બ’: ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ડામવા કડક કાયદાની માંગ
સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એકવાર લેટર બોમ્બ ફોડીને રાજ્યના આરોગ્ય મંત્રીને ખાદ્ય પદાર્થોમાં થઈ રહેલી ભેળસેળ અંગે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે "ભેળસેળિયા બેફામ બન્યા છે અને તેમને કઈ થતું નથી." કાનાણીએ મંત્રીને તેમની પ્રામાણિકતા અને શિક્ષણને ટાંકીને માંગ કરી છે કે, "ભેળસેળ કરનારા અને વેચનારા સામે કડક કાર્યવાહી કરવા માટે નવો કાયદો બનાવવામાં આવે," કારણ કે છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કારણે લોકોના આરોગ્યને ગંભીર અસર થઈ રહી છે.
Oct 28, 2025 08:14 am
સક્રિય ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સક્રિય થયેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં આજથી 31 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની સંભાવના છે, જેના માટે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબી, જામનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ થવાની સંભાવના છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યું છે અને પોર્ટ પર એલસી 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.
Oct 28, 2025 08:12 am
ગીર સોમનાથ: હિરણ-2 ડેમના દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના પગલે હિરણ-2 ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 2 દરવાજા 0.5 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં પ્રશાસન દ્વારા નદીના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તાલાલાના ઉમરેઠી, માલજીજવા, સેમરવાવ અને વેરાવળના ભેરાળા, મંડોર, ઈશ્વરીયા, નાવદરા, સોનારીયા, બાદલપરા, મીઠાપુર સહિત પ્રભાસ પાટણને પણ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.
Oct 28, 2025 08:10 am
રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેતીના પાકોને નુકસાનની ભીતિ
રાજકોટ શહેરમાં મોડી રાતથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ જેવા મુખ્ય વિસ્તારો સહિત મવડી, લોધીકા અને પડધરીમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે, કારણ કે તૈયાર પાકો જેવા કે કપાસ, મગફળી અને સોયાબીનને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
Oct 28, 2025 08:09 am
ભરૂચના જંબુસર પંથકમાં પવન સાથે વરસાદ, પાકને નુકસાન થવાની ચિંતા
ભરૂચ જિલ્લાના જંબુસર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે આ અણધાર્યો વરસાદ ખેતરોમાં ઊભેલા કે કાપણી કરેલા પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
Oct 28, 2025 08:06 am
ગીર સોમનાથ જિલ્લામાં અનરાધાર કમોસમી વરસાદ, પાકને ભારે નુકસાન
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. સૌથી વધુ સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો અનરાધાર વરસાદ પડ્યો છે, જ્યારે ઉના, વેરાવળ, ગીર ગઢડા, અને કોડીનારમાં પણ 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદના પગલે ખેતરો પાણીમાં ડૂબી જતાં બેટમાં ફેરવાયા છે, જેના કારણે ખેડૂતોના તૈયાર પાકો જેમ કે મગફળી અને સોયાબીન સહિતના અન્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે.
Oct 28, 2025 08:06 am
રાજ્યના અનેક વિસ્તારોમાં 10 વાગ્યા સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં સવારના 10 વાગ્યા સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ભાવનગર માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, સુરત અને ભરૂચ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે તંત્રને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
Oct 28, 2025 08:02 am
કોડીનારના પેઢાવાડા ગામે આઠ સિંહોના ધામા, ગ્રામજનોમાં ભય
કોડીનાર નજીક આવેલા પેઢાવાડા ગામના નવાપરા વિસ્તારમાં મોડી રાત્રે એક સાથે આઠ સિંહોના પરિવારે પ્રવેશ કર્યો હતો. ગામની અંદર આવીને સિંહ પરિવારે એક પશુનો શિકાર પણ કર્યો હતો, જેને કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ગ્રામજનોએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

Panchmahal: બોડેલી સેવાસદન ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી

Vadodara: વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો