રાજ્યમાં ડિપ્રેશનની ઉભી થયેલી સ્થિતિના કારણે મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.


આ જિલ્લાઓમાં થશે અતિ ભારે વરસાદ

હવામાન વિભાગે સવારે 10 વાગ્યા સુધીનું નાઉકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે જેમાં ગીર સોમનાથ જિલ્લા, દીવ, જુનાગઢ, અમરેલી તથા પોરબંદર અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સવારે 10 વાગ્યા સુધી દેવભૂમિ દ્વારકા ,જામનગર , રાજકોટ , બોટાદ, સુરેન્દ્રનગર , મોરબી, સુરત અને ભરૂચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

આ જિલ્લામાં મધ્યમ વરસાદ

તો આ સાથે કચ્છ, પાટણ, બનાસકાંઠા , મહેસાણા , સાબરકાંઠા , અરવલ્લી, ખેડા , ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર , વડોદરા, આણંદ, નર્મદા, તાપી , નવસારી, વલસાડ, ડાંગ, દમણ , દાદરા નગ રહવેલી જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાક માં જિલ્લામાં 3 થી 7 ઇંચ ધોધમાર વરસાદ

બીજી તરફ વીતેલા 24 કલાકમાં સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો છે જેમાં ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાક માં જિલ્લામાં 3 થી 7 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ સુત્રાપાડા તાલુકામાં 7 ઇંચ, ઉનામાં 5 ઇંચ, વેરાવળ, ગીર ગઢડા અને કોડીનાર માં 5 ઇંચ વરસાદ વરસ્યો છે.


  • Follow us on: