કચ્છના ગાંધીધામ GIDC વિસ્તારમાં આવેલા એક ભંગારના વાડામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ વાડામાં પડેલા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના ભંગારમાં લાગી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટર્સની અનેક ગાડીઓ આગ પર કાબુ મેળવવાના પ્રયાસોમાં જોડાઈ હતી. આગનું સ્વરૂપ જોતા તેને કાબુમાં લેવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી.
ગાંધીધામ GIDCમાં ભંગારના વાડામાં આગ
કારણ કે પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી અને તેમાંથી નીકળતો ધુમાડો પણ ગીચ અને ઝેરી હતો. આગને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. જે દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આ આગને કારણે વાડામાં પડેલો કરોડો રૂપિયાનો ભંગાર સળગીને ખાખ થઈ ગયો હતો. જેનાથી ભંગારના વેપારીને મોટું નુકસાન થયું છે.













