કચ્છના ગાંધીધામમાં ટ્રક ડ્રાઇવરોને છરી બતાવીને લૂંટ ચલાવનારા બે આરોપીઓને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ મીઠી રોહર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે. ગાંધીધામના પાડાના પાસે ટ્રક ડ્રાઇવરોને છરી બતાવીને લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાતમીના આધારે આ બંને આરોપીઓની અટકાયત કરી હતી.
ટ્રક ડ્રાઇવરને છરી બતાવીને ચલાવી હતી લૂંટ
પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને ગુનો કેવી રીતે આચર્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ પ્રક્રિયાથી પોલીસને ગુનાની વિગતવાર માહિતી મળી રહે છે અને કાયદેસરની કાર્યવાહીમાં મદદ મળે છે. આ લૂંટમાં આરોપીઓએ ટ્રક ડ્રાઇવરો પાસેથી રોકડ અને અન્ય કિંમતી સામાન લૂંટી લીધો હતો.













