ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે થયેલી કોમી અથડામણના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 66 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓને શુક્રવારે દહેગામની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે કેસના મુખ્ય પાંચ સૂત્રધાર ગણાતા આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
દહેગામના બહિયલ કોમી અથડામણ કેસ
કોર્ટે દલીલો સાંભળ્યા બાદ, મુખ્ય આરોપીઓ ગણાતા પાંચ વ્યક્તિઓ – રિયાઝ કાલુભાઈ કુરેશી, સિદ્દીક ઉમેદભાઈ રાઠોડ, શરીફ બડુભાઈ પરમાર, ઈરફાન ગુલામનબી કુરેશી, તેમજ શાહનવાજ હસનમિયા રાઠોડના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ આ રિમાન્ડ દરમિયાન અથડામણ પાછળનું ચોક્કસ કારણ, હુમલાનું આયોજન અને અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે.













